સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરપર્સન માધબી પુરી બુચ (ANI Photo)

અદાણી ગ્રુપ સામે ગયા વર્ષના જાન્યુઆરીમાં નાણાકીય ગેરરીતિના આક્ષેપો કરીને ભારતના શેરબજારમાં ઉથલપાથલ મચાવી દેનાર અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિન્ડનબર્ગે શનિવારે અદાણી ગ્રુપ અને ભારતની મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબીના વડા માધવી બૂચ વચ્ચે કથિત મિલીભગત હોવાનો ગંભીર આક્ષેપ કરી સનસનાટી ફેલાવી હતી. અહીં ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ સામે હિન્ડબર્ગના આરોપીની સેબીએ તપાસ કરીને ગ્રુપને ક્લિનચીટ આપી હતી. પરંતુ હવે હિન્ડનબર્ગે સેબી સામે જ સવાલ ઉઠાવ્યાં છે. અદાણી ગ્રુપ અને માધવી બુચ બંનેએ હિન્ડનબર્ગના નવા રીપોર્ટને પાયાવગરના ગણીને ફગાવી દીધા હતા.

વ્હીસલબ્લોઅર ડોક્યુમેન્ટને ટાંકીને હિન્ડેનબર્ગને એક બ્લોગસ્પોટમાં દાવો કર્યો હતો કે અદાણીના નાણાંની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલાં એક વિદેશી ફંડ્સમાં માધબી અને તેમના પતિએ જૂન 2015માં રોકાણ કર્યું હતું. માર્ચ 2017માં તેમના પતિએ આ રોકાણમાંથી માધવી બુચનું નામ કઢાવીને એકમાત્ર રોકાણકાર બન્યાં હતા. એપ્રિલ 2017માં માધવી બુચ સેબીના પૂર્ણકાલિન ડાયરેક્ટર બન્યાં હતાં અને તે પછી સેબીના વડા બન્યાં હતા.

આ દંપતીની સંપત્તિ અંદાજે 10 મિલિયન ડોલર છે. અદાણી વિરુદ્ધના તેના રીપોર્ટના 18 મહિના સુધી સેબીએ અદાણીની મોરેશિયસમાં આવેલી અને અન્ય અઘોષિત શેલ કંપનીઓની તપાસમાં કોઈ રસ દાખવ્યો નહોતો. બર્મુડા અને મોરેશિયસમાં આવેલા આ અજ્ઞાત વિદેશી ફંડ્સનું સંચાલન કથિત રીતે અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી કરે છે.

માધબી બુચ અને તેમના પતિએ પ્રથમવાર સિંગાપોરમાં આઈપીઈ પ્લસ ફંડ-1માં પોતાનું એકાઉન્ટ ખોલ્યું હતું. ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણી દ્વારા બર્મુડા અને મોરેશિયસના જે અજ્ઞાત ફંડ્સના જટિલ માળખાનો ઉપયોગ કરાયો હતો તે જ અજ્ઞાત ફંડ્સમાં માધબી અને તેમના પતિ ધવલ બુચ ગુપ્ત હિસ્સો ધરાવતા હતાં.

સેબીના ચેરપર્સન તરીકે માધબીની નિમણૂકના ગણતરીના સપ્તાહ અગાઉ ધવલ બુચે 22 માર્ચ, 2017ના રોજ મોરેશિયસ ફંડ એડમિનિસ્ટ્રેટર ટ્રાઈડેન્ટ ટ્રસ્ટને ઈમેલ કરીને આ ફંડ્સના સંચાલન માટે તેમને એકલાના નામને સત્તાવાર તરીકે દાખલ કરવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગત જાન્યુઆરી, 2023 હિન્ડેનબર્ગે અદાણી વિરુદ્ધ જારી કરેલા રિપોર્ટને પગલે શેરબજારમાં તેની જૂથ કંપનીઓના શેરમાં જંગી ગાબડું પડ્યું હતું અને તેના બજાર મૂલ્યમાં 86 અબજ ડોલરનું ધોવાણ થયું હતું.

 

 

 

LEAVE A REPLY