કોવિડ રોગચાળાના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને આ સમરમાં હટાવ્યા પછી દેશવાસીઓએ યુકેમાં જ હોલીડે કરતા રોગચાળા પછી સૌ પ્રથમ વખત ઓગસ્ટ માસમાં યુકેના વીવીધ શહેરોની હાઇ સ્ટ્રીટ પર સૌથી વધારે ફૂટફોલ જણાયો હતો.
રિટેલ ટ્રેકર સ્પ્રિંગબોર્ડના ડેટામાં જાણવા મળ્યું છે કે લોકોએ ઉનાળામાં ઘરે રહેવાનું પસંદ કરતા ઓગસ્ટમાં બ્રિક એન્ડ મોર્ટાર શોપિંગ આઉટલેટ્સની મુલાકાત લેનારા ગ્રાહકોની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો છે. પ્રતિબંધો હટાવ્યા પછી ગ્રાહકો ઓનલાઇનને બદલે રૂબરૂ ખરીદી કરી રહ્યા છે. જો કે ફુટફોલ બે વર્ષ પહેલાના સમાન મહિનાની સરખામણીમાં જુલાઈમાં 24.2 ટકા અને ઓગસ્ટમાં 18.6 ટકા ઓછો હતો. રીટેઇલ પાર્કે સૌથી મજબૂત પ્રદર્શન દર્શાવ્યું હતું, જેમાં ઓગસ્ટ 2019માં ફુટફોલ માત્ર 2.4 ટકા નીચે હતો. હાઇ સ્ટ્રીટ ફૂટફોલમાં હજુ 23.5 ટકાનો ઘટાડો દર્શાવે છે. જ્યારે શોપિંગ સેન્ટર ફૂટફોલ 24 ટકા નીચે હતો.
સ્પ્રિંગબોર્ડના માર્કેટિંગ એન્ડ ઇનસાઇટ્સ ડિરેક્ટર ડિયાન વેહર્લે કહ્યું હતું કે “વિદેશ પ્રવાસ પરના પ્રતિબંધો હટાવવામાં આવ્યા હોવા છતાં દેશવાસીઓએ ઘરે રહેવાનું પસંદ કરી હાઇ સ્ટ્રીટ પર શોપીંગ કરવામાં, ખાસ કરીને દરિયાકાંઠા અને ઐતિહાસિક નગરોના આકર્ષક સ્થળોની મુલાકાતો લેવામાં સમય વિતાવ્યો છે. રાજધાનીની બહારના મોટા શહેરોમાં, ઓગસ્ટમાં થયેલો ફૂટફોલનો સુધારો નાની હાઇ સ્ટ્રીટમાં લગભગ બમણો હતો.”
બાર્કલેકાર્ડે જણાવ્યું હતું કે લેઝર, મનોરંજન અને ઇટીંગ આઉટ માટે ઓગસ્ટ બેંક હોલીડે વિકેન્ડમાં પર લોકોએ ભારે ખર્ચ કર્યો હતો. જે ક્રિસમસ પર્વ 2019 વખત પછી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પ્રવૃત્તિ માટેનો સૌથી વિશાળ સમય હતો. 2020માં વ્યવહારો 14.4 ટકા થયા હતા જે 2019 કરતાં 9.4 ટકા વધારે હતા.