લંડનમાં આવેલ ભારતના હાઈ કમિશને સોમવાર તા. 5ના રોજ ઇનર ટેમ્પલ ખાતે ‘ધ ગ્રેટ ડિસ્પર્શનઃ લોઝ, કન્સ્ટીશન્સ એન્ડ ધ ડિજીટલ યુગ’ વિષય પર પેનલ ચર્ચાનું આયોજન કર્યું હતું.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, લોર્ડ જસ્ટિસ ડીંગેમેન્સ, લોર્ડ થોમસ, ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા અને સર જેફરી જોવેલ, કેસીએ આ ચર્ચામાં ભાગ લીધો હતો. આ પેનલનું સંચાલન વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કર્યું હતું. યુકેમાં ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને ડેપ્યુટી હાઈ કમિશનર સુજીત ઘોષ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
મહેમાનોને ઇનર ટેમ્પલના સભ્યો મહાત્મા ગાંધી, શ્યામજી કૃષ્ણ વર્મા, જવાહરલાલ નેહરુ અને ખુશવંત સિંહના સ્મૃતિચિત્રો બતાવવામાં આવ્યા હતા.