ગીર સોમનાથ જિલ્લા પોલીસને ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતના વેરાવળ ખાતે હેરોઇન લાવવામાં આવી રહ્યું હોવાની બાતમી મળતા વેરાવળ બંદરના નલિયા ગોદી કાંઠે દરોડો પાડી આશરે રૂ.૩૫૦ કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સનો ૫૦ કિલોનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં ત્રણ મુખ્ય આરોપીઓ સહિત કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગીર સોમનાથ પોલીસને આ પ્રશંસનીય કામગીરી બદલ રૂ.૧૦ લાખ ઇનામની જાહેરાત કરી હતી.

બીજી તરફ રાજ્યના વિવિધ જિલ્‍લાઓના ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓને પકડવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ચાલી રહી છે. આ ડ્રાઇવ દરમિયાન અમરેલી એલ.સી.બી.ની ટીમે રાજ્યના અલગ-અલગ ૧૧ જિલ્‍લાઓના ૧૮ ગુનાઓમાં વોન્‍ટેડ અને પ્રોહીબિશન સહિત કુલ ૫૯ ગુનાઓમાં જેની સંડોવણી છે તે આરોપી જુનાગઢના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાને મધ્યપ્રદેશના ઉજજૈન શહેર નજીકથી પકડી પાડવામાં આવ્યા છે. અમરેલી પોલીસને આ સરાહનીય કામગીરી બદલ રૂ.૫ લાખના ઇનામની જાહેરાત કરી છે.

LEAVE A REPLY