Herbs

અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા આ પેપરમાં જણાવાયું છે કે વાનગીઓમાં સ્વાદ અને સોડમ ઉમેરવા માટે વપરાતા એક ચમચી જેટલા  હર્બ્સ અને મસાલા ‘બ્લડ પ્રેશર ઘટાડે છે’ તેમજ હૃદયના સ્વાસ્થ્યને ફાયદો થઈ શકે છે.

‘’તજ, ધાણા, લસણ, કાળા મરી, થાઇમ અને હળદર જેવા 6.5 ગ્રામ, લગભગ દોઢ ચમચી જેટલા પુષ્કળ ઘટકો ધરાવતો આહાર સતત ચાર અઠવાડિયા સુધી ખાવાથી બ્લડ પ્રેશરમાં સુધારો થયો હતો. જો કે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરોમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો. વધારાની સોડિયમ, ખાંડ અથવા સંતૃપ્ત ચરબી ઉમેર્યા વિના સ્વાદ વધારવા માટે હર્બ્સ એક શ્રેષ્ઠ માર્ગ છે’’ એમ સંશોધનના મુખ્ય સંશોધકોમાંના એક પ્રોફેસર પેની ક્રિસ-ઇથર્ટને જણાવ્યું હતું.