Her father was angry with Shamita Shetty
(Photo by STRDEL/AFP via Getty Images)
શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીએ પણ બહેનની કારકિર્દીને અનુસરીને બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ ‘મોહબ્બતે’ થી બોલીવૂડમાં પદાર્પણ કરનારી અભિનેત્રીના અભિનયના અને ગ્લેમરસ લૂકના પહેલી જ ફિલ્મમાં વખાણ થયા હતા. શમિતાની લેટેસ્ટ ફિલ્મ ‘ધ ટેનેન્ટ’ ગત 10 ફેબ્રુઆરીએ જ રિલીઝ થઈ છે. કરિયરમાં અનેક ઉતાર-ચઢાવ જોનારી આ અભિનેત્રી બોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવી શકી નથી પરંતુ, હંમેશા તેની લવ લાઈફને લઈને અથવા તો પાર્ટીઓમાં સામેલ થઈને લાઈમલાઈટમાં રહે છે. શમિતાએ તેની પ્રથમ ફિલ્મના કિસિંગ સીન પર તેના પિતાનો પ્રતિસાદ કેવો હતો તેના અંગે ખુલાસો કર્યો છે.
શમિતા ‘મોહબ્બતેં’માં અનેકવાર એક્ટર ઉદય ચોપરા સાથે લિપ લોક કરતી જોવા મળી હતી અને તેનું કહેવું છે કે, તેના પિતાએ આ જોયા પછી તેની સાથે એક મહિના સુધી વાતચીત નહોતી કરી. હું તેમના આવા વર્તનના કારણે અપસેટ થઈ ગઈ હતી, કારણકે હું તેમની ખૂબ જ નજીક હતી. તેમનું કહેવું હતું કે, કોણ ફિલ્મમાં આટલા બધા કિસિંગ સીન્સ કરે છે? પણ ઈન્ડસ્ટ્રીમાં હવે આ વાત કોમન થઈ ગઈ છે. મારા પિતા પણ થોડા દિવસ પછી મારા એપ્રોચને સમજી ગયા હતા પણ ત્યારપછી મેં એક પણ ફિલ્મમાં કિસિંગ સીન આપ્યો નથી. હવે, હું એ વિચારું છું કે, શું ખરેખર સ્ક્રિપ્ટમાં કિસિંગ સીન જરૂરી છે કે નહીં, જો નથી તો તેને પરાણે ફિલ્મમાં ઉમેરવાની જરૂર પણ નથી.
આ સાથે જ શમિતાએ જણાવ્યું હતું કે, મારા વિશે અનેક અફવા અને નેગેટિવિટી ફેલાતી રહી છે પણ હું તેનાથી દૂર રહેવામાં માનું છું. હું મેડિટેશન અને ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું. કરિયરની વાત કરું તો, લાઈફ આગળ વધતી રહે છે અને પરિવર્તન જીવનનો નિયમ છે. તમારા પ્રોબ્લેમ તમારે જાતે જ ઓળખવા પડે છે અને તેનું સોલ્યુશન પણ તમારે જાતે જ લાવવું પડે છે. એક પોઝિટિવ એટીટ્યુડ અને ગ્રેટિટયુડથી જીવન આગળ વધારવાથી લાઈફ પણ તમારા જીવનમાં સકારાત્મકતા ભરી દે છે.

LEAVE A REPLY