યુદ્ધગ્રસ્ત યુક્રેનની રાજધાની કીવના બોવરી ટાઉનમાં હેલિકોપ્ટર તૂટી પડતાં ગૃહપ્રધાન અને ત્રણ બાળકો સહિત 18 લોકોના મોત થયા હતા. આ હેલિકોપ્ટર કિન્ડરગાર્ટનની નજીક તૂટી પડ્યું હતું.
યુક્રેનની પોલીસ સર્વિસના વ, ઇગોર ક્લેમેન્કોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્ય ઇમર્જન્સી સર્વિસનું એક હેલિકોપ્ટર બ્પોવરીમાં તૂટી પડ્યું હતું. તેના પગલે ગૃહપ્રધાનનું અવસાન થયું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે ગૃહ પ્રધાન ડેનિસ મોનાસ્ટિર્સ્કી અને તેમના ફર્સ્ટ ડેપ્યુટી યેવજેની યેનિન બંનેના મોત થયા હતા. કિવ પ્રદેશના ગવર્નર ઓલેકસી કુલેબાએ આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત 18 લોકોના મોત થયા હોવાનું જણાવ્યું હતું. આ દુર્ઘટનામાં 15 બાળકો સહિત 29 ઘાયલ થયા હતા. ઘાયલ લોકોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
૪૨ વર્ષીય ડેની બે બાળકોના પિતા હતા. તેમને ૨૦૨૧માં ગૃહ મંત્રાલયનું પદભાર સોંપાયું હતું. તેમની સાથે ગૃહ બાબતોના તેમના ડેપ્યુટી પણ આ હેલિકોપ્ટરમાં હાજર હતા આ ઘટના પછી ઓનલાઈન વાઈરલ એક વીડિયોમાં ઘટનાસ્થળે લોકોની બૂમા-બૂમનો અવાજ સંભળાઈ રહ્યો છે. લોકો મદદ માટે વલખાં મારી રહ્યા હતા. દુર્ઘટનાનું કારણ હજી સુધી જાણી શકાયું ન હતું. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટના મામલે અત્યાર સુધી રશિયા તરફથી પણ કોઈ ટિપ્પણી કરાઈ નથી.