અફઘાનિસ્તાનમાં દક્ષિણ પ્રાંતમાં નાવા જિલ્લામાં હવાઇ દળના બે હેલિકોપ્ટર્સ ટકરાઇ જતાં પંદર વ્યક્તિનાં મોત નીપજ્યાં હોવાનું પ્રથમદર્શી અહેવાલમાં જણાવાયું હતું. આ ઘટના મંગળવારની રાત્રે બની હતી.
અફઘાન મિડિયાના અહેવાલ મુજબ એક હેલિકોપ્ટર કમાન્ડોને પાછાં લાવી રહ્યું હતું અને બીજું ઇજાગ્રસ્તોને હોસ્પિટલ તરફ લઇ જઇ રહ્યું હતું. આ અકસ્માત સાઉથ હેલમંદના નવા જિલ્લામાં થયો હતો. અકસ્માત શી રીતે થયો એની વિગતો હજુ જાણવા મળી નહોતી. અન્ય એક સૂત્રે આપેલા અહેવાલ મુજબ પંદર નહીં પણ આઠ માણસો માર્યા ગયા હતા. પ્રાંતીય ગવર્નરના પ્રવક્તા ઉમર ઝવાકે આ અકસ્માતના સમાચારને સમર્થન આપ્યું હતું. પરંતુ વધુ વિગત આપવાનો ઇનકાર કર્યો હતો.