રવિવાર, 17 જુલાઇના વહેલી સવારે ઇસ્ટ લંડનના અપમિન્સ્ટરના ફોલ્કેસ લેનમાંથી હિના બશીર નામની મહિલાની લાશ મળી આવ્યા બાદ પોલીસે હત્યાની તપાસ શરૂ કરી સોમવાર, 18 જુલાઇના રોજ નાતાલ રોડ, ઇલફર્ડના 36 વર્ષીય મોહમ્મદ અર્સલાન પર હત્યાનો આરોપ મૂક્યો હતો તેને 18 જુલાઈના રોજ સ્ટ્રેટફર્ડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયો હતો.
ઇલફોર્ડથી ગુમ થયેલી 21 વર્ષીય હિના બશીરના પરિવારને આ અંગે જાણ કરાઇ છે. તેમને નિષ્ણાત અધિકારીઓ દ્વારા મદદ આપવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ તપાસ યોગ્ય સમયે કરવામાં આવશે.
મેટ પોલીસના સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ કમાન્ડના ડિટેક્ટીવ ચીફ ઈન્સ્પેક્ટર ડેવ વ્હેલમ્સે કહ્યું હતું કે “મારા વિચારો હિનાના પરિવાર સાથે છે. અમે તેમને સહયોગ આપતા રહીશું. અમને વિશ્વાસ છે કે આરોપી અને હિના એકબીજાને ઓળખતા હતા.’’
અમે હિના સાથે શું થયું હતું તેની સંપૂર્ણ તપાસ કરીશું. હું આ અંગે માહિતી આપવા આગળ આવવા માટે વિનંતી કરીએ છીએ. પોલીસને 101 પર કૉલ કરીને (રેફરન્સ 2674/14JUL) અથવા 0800 555 111 પર નનામો ફોન કરી ક્રાઈમસ્ટોપર્સને માહિતી આપવા વિનંતી છે.