સાઉથ કેલિફોર્નિયામાં ગત શક્રવારે ભારે હિમવર્ષા થઈ હતી, અને લોસ એન્જલસની આસપાસના પર્વતીય વિસ્તારોમાં બરફની ચાદર પથરાઈ ગઈ હતી, જ્યારે અન્ય સ્થળોમાં ભારે વરસાદને કારણે પૂરનું જોખમ ઊભું થયું હતું. આ પ્રદેશ લોકોએ દસકાઓ પછી આવા સૌથી ખરાબ ઠંડી અને વાવાઝોડાનો સામનો કર્યો હતો.
ભારે હિમવર્ષાના કારણે મેક્સિકો, કેલિફોર્નિયા, પેસિફિક નોર્થવેસ્ટ અને કેનેડાને જોડતો મુખ્ય ઉત્તર-દક્ષિણ હાઇવે, ઇન્ટરસ્ટેટ 5 ના ભાગો સહિતના મુખ્ય માર્ગો બંધ થઈ ગયા હતા.
સત્તાધિશોએ જણાવ્યું હતું કે, આ માર્ગો ક્યારે ફરીથી ખુલશે તે અત્યારે જણાવવું શક્ય નથી. નેશનલ વેધર સર્વિસ (NWS) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “સાઉથ કેલિફોર્નિયામાં પર્વત, રણ અને તળેટીના માર્ગો જનજીવન માટે સંભવિત ભયંકર અસરો હેઠળ છે.”
ઝડપી પવન ફૂંકાવાની સાથે ભારે હિમવર્ષાની પરિસ્થિતિ કેટલાક ઊંચાણવાળા વિસ્તારો અને પર્વતીય માર્ગો પર પણ ઊભી થવાની સંભાવના હતી, જ્યાં ખૂબ ઓછી હિમવર્ષા થાય છે તે પેસિફિક કોસ્ટની ખૂબ જ નજીકના વિસ્તારો અને ખીણ વિસ્તારોમાં પણ થોડી હિમવર્ષા થવાની સંભાવના છે.”
poweroutage.usના જણાવ્યા અનુસાર કેલિફોર્નિયામાં બરફ અને ભારે પવનને કારણે વીજળી લાઇનોને અસર થતાં એક લાખથી વધુ ગ્રાહકોના વીજ પુરવઠાને અસર પહોંચી હતી. ટીવી નેટવર્કે તેમના રીપોર્ટર્સને પર્વતીય વિસ્તારોમાં મોકલ્યા, જ્યાં કેટલાકે ટ્રાફિકની સમસ્યા અંગે જણાવ્યું હતું અને અન્યો લોકોએ સ્કૂલની રજા માણતા બાળકો સાથે વાત કરી હતી. ભારે વિષમ હવામાનને કારણે ઘણા લોકોની ફ્લાઇટની મુસાફરીના આયોજન ખોરવાઇ ગયા હતા.
શુક્રવારે રાત્રે 11 વાગ્યા સુધીમાં અમેરિકામાં, દેશ બહારની 370થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને છ હજાર જેટલી ફ્લાઇટ્સ મોડી પડી હતી.
શુક્રવારે સધર્ન કેલિફોર્નિયામાં વાવાઝોડા અને ભારે હિમવર્ષાના કારણે છેલ્લા કેટલાક દસકાઓમાં પ્રથમવાર હોલીવૂડ હિલ્સ પર ધૂળ જોવા મળી હતી.
ગત ગુરૂવારે વાવાઝોડાના કારણે પોર્ટલેન્ડ, ઓરેગોનમાં બરફ છવાયો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ માર્ગમાં બરફના કારણે એમ્બ્યુલન્સને પહોંચવામાં વિલંબ થતાં અને સમયસર સારવારના અભાવે ઠંડીથી એક બાળકના મોત થયું હતું.
શુક્રવારે બપોરે સધર્ન કેલિફોર્નિયામાં આ વાવાઝોડાને કારણે હવામાનશાસ્ત્રીઓ અને અધિકારીઓમાં ચિંતા વ્યાપી હતી કારણ કે તેમણે આવા વાતાવરણથી ઊભા થનારા જુદા જુદા જોખમોનું મૂલ્યાંકન કર્યું હતું. એમાં પર્વતોમાં અમુક ફૂટ સુધી બરફ છવાયો હતો, રસ્તા પર મુસાફરી જોખમી બની હતી અને વાવાઝોડાના કારણે કરા પડી શકે છે અને વિનાશક ચક્રાવાત ઊભું કરી શકે છે.
એક શક્તિશાળી અને અતિ ઠંડા પવનો સાથેનું વાવાઝોડું વેસ્ટ કોસ્ટમાં પૂર સાથે ફુંકાયું હતું. તેના પગલે સધર્ન કેલિફોર્નિયા તરફ ફંટાતા નદીઓ જોખમી સ્તરે વહેતી થઇ હતી અને લોસ એન્જલસની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પણ બરફ પડ્યો હતો.
નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે, આ વાવાઝોડું સાઉથ-વેસ્ટ કેલિફોર્નિયામાં ત્રાટકેલું અત્યાર સુધીનું સૌથી મજબૂત તોફાનો પૈકીનું એક હતું. પવન અને વરસાદની માત્રામાં ઘટાડો થયો હોવા છતાં, એક હજાર ફૂટ જેટલે નીચે સુધી હિમવર્ષા સહિત નોંધપાત્ર અસર જોવા મળી હતી. લોસ એન્જલસની ઉત્તરે, સબર્બન સાન્ટા ક્લેરિટાની આસપાસનો પર્વતીય વિસ્તાર બરફને કારણે સફેદ રંગથી ઢંકાયેલો હતો, અને બરફના કારણે પૂર્વના સબર્બનમાં લોકોને આશ્ચર્ય થયું હતું.
PowerOutage.us ના જણાવ્યા મુજબ, ભારે પવન, ઉખડી ગયેલા વૃક્ષો અને વાયર પડી જવાના કારણે કેલિફોર્નિયાના 120,000 કરતાં વધુ ગ્રાહકો વીજળી વગર રહ્યા હતા. આ ઉપરાંત ઈન્ટરસ્ટેટ 5, વેસ્ટ કોસ્ટનો મુખ્ય ઉત્તર-દક્ષિણ હાઈવે, લોસ એન્જલસની ઉત્તરે આવેલા પર્વતોમાં ભારે બરફને કારણે તેજોન પાસ બંધ રહ્યો હતો.
શનિવાર સવાર સુધીમાં લોસ એન્જલસના ઉત્તરપૂર્વમાં સેન ગેબ્રિયલ પર્વતમાળાના માઉન્ટેન હાઇ રીસોર્ટમાં આશ્ચર્યજનક રીતે 81 ઇંચ બરફ અને સાન બર્નાર્ડિનો માઉન્ટેઇન્સની સ્નો વેલીના પૂર્વમાં 64 ઇંચ સુધીનો બરફ પડ્યો છે.