રાજકોટમાં મંગળવારે ધોરાજી શહેરમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયેલા રસ્તામાં પાર્ક કરાયેલા વાહનો આંશિક રીતે ડૂબી ગયા છે. (ANI Photo)

સૌરાષ્ટ્રના રાજકોટ, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર તથા દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લા અને મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં બુધવાર, 19 જુલાઇએ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સતત બીજા દિવસે મૂશળધાર વરસાદ વરસ્યો હતો અને ઠેર ઠેર પાણી ભરાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા થયા હતા.નદી-નાળાંમાં પૂર આવ્યું હતું. કેટલાંક ગામમાં મકાનોમાં પાણી ઘૂસી ગયાં હતાં. આણંદ જિલ્લાના સોજિત્રામાં 101મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે સુરતના ચોર્યાસીમાં 112 મીમી વરસાદ પડ્યો હતો.
ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની સરહદે આવેલાં બે ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં, જેથી બન્ને ગામ સંપર્કવિહોણાં બન્યાં હતાં. છેલ્લા 24 કલાકમાં 20 ઇંચથી વધુ વરસાદ પડતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ધોધમાર વરસાદ વરસતાં સોમનાથથી 3 કિલોમીટર દૂર નેશનલ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યાં વળ્યાં હતા. તેનાથી સોમનાથ નેશનલ હાઇવે પર ટ્રાફિક વ્યવહાર થંભી ગયો હતો. સોમનાથનું પ્રસિધ્ધ ભાલકાતીર્થ મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હતું. ભાલકા ગામમાં મંદિર આસપાસ વિસ્તારોમાં લોકોના ઘરમાં બે-બે ફૂટ પાણી ભરાયેલા હતા. સૂત્રાપાડામાં એક જ રાતમાં 22 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મેઘલ નદીની આસપાસનાં ગામોમાં અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા.

મંગળવાર, 18 જુલાઇએ રાજકોટ, સુરત અને ગીર સોમનાથ જિલ્લામાં ગણતરીના કલાકમાં ધોધમાર વિસ્તારથી કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વિસ્તારોમાં 300 મીમી જેટલો વરસાદ પડ્યો હતો. તેનાથી 70 લોકોનું સ્થળાતર કરવું પડ્યું હતું. સોશિયલ મીડિયા પરના વિઝ્યુઅલ્સ દેખાય છે કે શેરીઓમાં પાણી ભરાઈ ગયા છે, કારો ડૂબી ગઈ છે અને ભારે પૂરને કારણે દુકાનો બંધ થઈ ગઈ હતી. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર

અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના જણાવ્યા મુજબ મંગળવારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં મંગળવારે સવારે 6 વાગ્યાથી માત્ર 14 કલાકમાં 345 મીમી સાથે રાજ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો જ્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં માત્ર 14 કલાકમાં 250 મીમી વરસાદ નોંધાયો હતો. અહીં બે કલાકમાં જ 145 મીમી વરસાદ પડ્યો હતો.

સુરતમાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં દિવસ દરમિયાન આશરે 104 મીમી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લાના ભાગોમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો. પાણીના ભારે પ્રવાહને કારણે, ગુજરાતના 206 જળાશયોમાંથી 43ને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, 18 એલર્ટ મોડ પર છે, અને અન્ય 19 માટે ચેતવણી જારી કરવામાં આવી છે.

LEAVE A REPLY