પંજાબ અને હરિયાણામાં વરસાદ સંબંધિત મૃત્યુનો આંકડો બુધવારે વધીને 18 થયો હતો.પંજાબમાં પાણીમાં ગરકાવ થયેલા વિસ્તારોમાંથી છેલ્લાં ત્રણ દિવસમાં આશરે 10,000 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા. હરિયાણામાં છ લોકોના મોત થયા હતા. પંજાબમાં પટિયાલા, રૂપનગર, મોગા, લુધિયાણા, મોહાલી, એસબીએસ નગર અને ફતેહગઢ સાહિબ જિલ્લામાંથી અત્યાર સુધીમાં લગભગ 10,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસના સતત વરસાદ પછી મોટાભાગના વિસ્તારોમાં હવામાન સ્વચ્છ રહ્યું હતું, તેથી રાહત અને બચાવના પ્રયાસોને વેગ મળ્યો હતો. પંજાબના મુખ્યપ્રધાન ભગવત માને જણાવ્યું હતું કે તમામ ડેમો સુરક્ષિત છે અને તેમાં પાણીનું ખતરાની નિશાનીથી નીચું છે. અમારી પ્રાથમિક લોકોને તમામ પ્રકારની સહાય પહોંચવાનો છે.