Heathrow ranked 8th and Delhi 9th among the world's busiest airports
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલની 2022ની વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં ભારતના દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને નવમુ સ્થાન મળ્યું છે, જ્યારે લંડનના હિથ્રો એરપોર્ટને આઠમું સ્થાન મળ્યું છે. દિલ્હી એરપોર્ટમાં 2022માં મુસાફરોની સંખ્યા અગાઉના વર્ષથી 60.2 ટકા વધીને 59.5 મિલિયન થઈ હતી, જ્યારે લંડનના હિથ્રો એરપોર્ટમાં મુસાફરની સંખ્યા આ સમયગાળામાં 217.7 ટકા વધીને 61.6 મિલિયન થઈ હતી.

ટોચના 10 એરપોર્ટમાંથી પાંચ અમેરિકાના છે. બીજી તરફ ટોચના દસમાં ચીનના એકપણ એરપોર્ટને સ્થાન મળ્યું નથી. ACIના ડેટા અનુસાર, દિલ્હી એરપોર્ટે આ સમયગાળા દરમિયાન 5.94 કરોડ મુસાફરોએ મુલાકાત લીધી હતી. એસીઆઇએ જણાવ્યું હતું કે 2022માં, હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટમાં પ્રથમ ક્રમે છે. તે પછી ડલ્લાસ ફોર્ટ વર્થ એરપોર્ટ, ડેનવર એરપોર્ટ ત્રીજા અને શિકાગો ઓ’હારે એરપોર્ટ ચોથા સ્થાને છે.

વિશ્વના સૌથી વધુ વ્યસ્ત ટોપ ટેનમાં દુબઈ એરપોર્ટ, લોસ એન્જલસ, કેલિફોર્નિયા, ઇસ્તંબુલ એરપોર્ટ, હીથ્રો એરપોર્ટ, લંડન, ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી અને પેરિસ ચાર્લ્સ ડી ગૌલે એરપોર્ટનો સમાવેશ થાય છે.

IGI ઓપરેટર દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં એકમાત્ર એરપોર્ટ છે જે ટોચના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સ્થાન ધરાવે છે. માહિતી અનુસાર, ‘દિલ્હી એરપોર્ટ 2019માં 17માં અને 2021માં 13માં સ્થાનેથી આગળ વધ્યું છે. ACI રિપોર્ટ અનુસાર, દિલ્હી એરપોર્ટે 2022માં 5.94 કરોડથી વધુ મુસાફરોએ મુલાકાત લીધી છે.

LEAVE A REPLY