planes collided on the runway at Heathrow Airport

હિથ્રો એરપોર્ટ પર લાંબા સમયથી સેવા આપતા ફ્રન્ટલાઇન સ્ટાફને જણાવાયું છે કે તેઓ કાં તો 15-20%નો પગાર કાપ મંજૂર કરે અથવા તો નોકરી છોડવા તૈયાર રહે. બુધવારે હવાઇમથકે લગભગ 4,700 કર્મચારીઓને ફાયર કરવા અથવા રિહાયર કરવા ઔપચારિક કલમ 188 મુજબની નોટિસ આપી હતી. યુનિયન સાથે આ પહેલા મહિનાઓ સુધી ચર્ચાઓ કરવામાં આવી હતી પરંતુ ડાયરેક્ટલી એપોઇન્ટ કરાયેલા ગ્રાઉન્ડ સ્ટાફ સાથે કરાર કરવા બાબતે નિષ્ફળ ગયું હતું.

હિથ્રોના ચીફ એક્ઝિક્યુટિવ, જ્હોન હોલેન્ડ-કાયે સૂચન કર્યું હતું કે તેઓ નોકરીઓમાં કપાત જોતા નથી. જોકે તેમણે અગાઉ જણાવ્યું હતું કે દર ચારમાંથી 1 જોબ પર અને સમગ્ર એરપોર્ટના 25,000 લોકોની જોબ પર જોખમ છે. હિથ્રો આ અગાઉ ત્રીજાભાગના મેનેજરોને છૂટા કરી ચૂક્યું છે અને ઓફિસના કર્મચારીઓ પર 20% પગાર કટ કર્યો છે.

કલમ 188ની નોટિસ મુજબ 45 દિવસનો સમય વિત્યા બાદ હિથ્રોને વાટાઘાટો વગર કર્મચારીઓ સાથે નવા ઓછા પગારના કરાર કરી શકે છે. જેમાં કર્મચારીઓના પગાર £10,000થી ઓછા થઇ શકે છે. હિથ્રોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “કોવિડ-19ના કારણે એવિએશન ઉદ્યોગ ખતમ થઇ જવાના આરે છે. માર્ચથી અત્યાર સુધીમાં એરપોર્ટને £1 બિલીયનનો ખર્ચો થયો છે અને પેસેન્જર ટ્રાફિકમાં 81 ટકાનો ઘટાડો થયો છે. માર્ચમાં હીથ્રોએ એક રનવે અને બે ટર્મિનલ બંધ કરાવ્યા હતા.