સંશોધન સૂચવે છે કે યુકેમાં દક્ષિણ એશિયન વંશના લોકોને શ્વેત લોકો કરતા હાઈ બ્લડ પ્રેશર અને કોરોનરી હૃદય રોગનું જોખમ વધારે રહે છે અને તેમને ટાઇપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા છ ગણી વધારે છે. જો કે, NHS ઈંગ્લેન્ડ ખાતે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ પ્રિવેન્શન માટેના નેશનલ ક્લિનિકલ ડાયરેક્ટર ડૉ. શાહેદ અહમદ અને ડાયાબિટીસ માટેના નેશનલ પ્રાયમરી કેર સલાહકાર ડૉ. ચિરાગ બખાઈ સમજાવે છે કે જોખમો ઘટાડવા માટે આપણે ઘણા પગલાં લઈ શકીએ છીએ.
કોરોનરી હૃદય રોગ અને ડાયાબિટીસ શું છે?
કોરોનરી હાર્ટ ડીસીઝ એ કાર્ડીયોવાસ્ક્યુલર ડીસીઝનું એક સ્વરૂપ છે. તે હૃદયના સ્નાયુમાં ઓક્સિજનથી સમૃદ્ધ લોહીનો પ્રવાહ અવરોધિત અથવા ઓછો થાય ત્યારે થાય છે, જે સામાન્ય રીતે રક્ત વાહિનીઓમાં ચરબી જમા થવાના કારણે થાય છે. તેનાથી એન્જાઇના, હૃદયરોગનો હુમલો અથવા હાર્ટ ફેઇલ્યોર થઈ શકે છે.
જ્યારે કોઈ વ્યક્તિના લોહીમાં શર્કરાનું સ્તર ઊંચું હોય તેને ડાયાબિટીસ કહે છે. ડાયાબિટીસના બે મુખ્ય પ્રકાર છે; ટાઇપ 1 ડાયાબિટીસ એ આજીવન ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે જે જીવનશૈલી સાથે અસંબંધિત માનવામાં આવે છે, જ્યારે ટાઇપ 2 ડાયાબિટીસ એ વધુ સામાન્ય સ્વરૂપ છે અને તે જીવનશૈલીના વર્તન સાથે જોડાયેલ હોવાનું જાણીતું છે, ખાસ કરીને શરીરનું વજન વધુ હોય ત્યારે.
ડૉ. બખાઈ કહે છે કે “ડાયાબિટીસ થવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગ થવાનું જોખમ વધે છે તેમજ અન્ય ગંભીર સમસ્યાઓ જેમ કે કિડનીની બીમારી અને દેખાતું બંધ થાય છે. હાઈ બ્લડ સુગર અને બ્લડ પ્રેશરનું સ્તર વધુ જોખમો સાથે સંકળાયેલું છે.”
જોખમી પરિબળોનો સામનો કરવો
ડૉ અહમદ કહે છે કે “ટાઈપ 2 ડાયાબિટીસ અથવા CVD ધરાવતા કુટુંબના સભ્ય હોવાનો અર્થ એ નથી કે અનિવાર્યપણ તમને પણ તે સ્થિતિ આવશે. અમે અન્ય સામાન્ય જોખમી પરિબળો જેવા કે ધૂમ્રપાન, વધુ વજન, બિનઆરોગ્યપ્રદ આહાર ખાવાથી અને નિષ્ક્રિય રહેવાથી દૂર રહીને બંને રોગોનું જોખમ ઘટાડી શકીએ છીએ.”
શારીરિક રીતે સક્રિય રહેવાથી તમારા કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું જોખમ 35 ટકા અને ટાઇપ 2 ડાયાબિટીસ 40 ટકા ઓછું થવાનો અંદાજ છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે 19 થી 64 વર્ષની વયના પુખ્ત વયના લોકોએ અઠવાડિયામાં 150 મિનિટની મધ્યમ શારીરિક પ્રવૃત્તિનું લક્ષ્ય રાખવું જોઈએ, તેની તીવ્રતા તમારા શ્વાસને વધારવા માટે પૂરતી હોય તે જરૂરી છે અથવા 75 મિનિટની જોરદાર તીવ્રતા હોય તે જરૂરી છે.
ડૉ. બખાઈ સમજાવે છે કે “છેલ્લા 20 વર્ષોમાં, અમે ટાઈપ 2 ડાયાબિટીસ સાથે જીવતા લોકોમાં વસ્તીના કદમાં બમણા કરતાં વધુનો વધારો થતો જોયો છે, ખાસ કરીને નાની ઉંમરમાં વધારો સંબંધિત છે. આ વધતો વ્યાપ મોટાભાગે જીવનશૈલીમાં થતા ફેરફારો અને વધુ લોકો શરીરના વધારાના વજન સાથે જીવવા તરફનું વલણ ધરાવતા હોવાના કારણે છે. પૌષ્ટિક આહાર લેવાથી, શારીરિક રીતે સક્રિય રહેવાથી અને તંદુરસ્ત વજન રાખવાથી ટાઇપ 2 ડાયાબિટીસ અટકાવી શકાય છે અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ થવાનું જોખમ પણ ઘટાડી શકાય છે.”
ઈટ વેલ વેબસાઈટ પર વધુ માહિતી છે જે તમને તંદુરસ્ત આહાર અપનાવવામાં મદદ કરે છે, જેમાં સેચ્યુએટેડ ફેટ, ખાંડ અને મીઠાનું પ્રમાણ ઓછું હોય છે. જો તમને તમારું વજન નિયંત્રિત કરવા માટે મદદની જરૂર હોય, તો તમે તમારી GP પ્રેક્ટિસ સાથે પણ વાત કરી શકો છો.
જો તમને ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું ઊંચું જોખમ હોય, તો તમને જીવનશૈલીમાં સકારાત્મક ફેરફારો કરવામાં મદદ માટે મફત હેલ્ધીયર યુ NHS ડાયાબિટીસ પ્રિવેન્શન પ્રોગ્રામમાં જોડાવા માટે સલાહ આપવામાં આવે છે. જો તમે ઓબીસીટી સાથે જીવતા હો અને તમને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા બંને હોય, તો તમે મફત NHS ડિજિટલ વેઈટ મેનેજમેન્ટ પ્રોગ્રામ દ્વારા સપોર્ટ મેળવી શકો છો.
મારા સ્વાસ્થ્યને બચાવવા માટે હું બીજું શું કરી શકું?
જો તમે 40થી વધુ વયના હો અને તમને હાઈ બ્લડ પ્રેશર હોવાનું જાણતા ન હો, હાઇ કોલોસ્ટ્રોલની સારવારની જરૂર હોય, કોર્ડીયોવાસ્ક્યુલર રોગ અથવા ડાયાબિટીસ હોય તો તમે મફત NHS હેલ્થ ચેક માટે પાત્ર હોઈ શકો છો. તમે સમસ્યાઓની નોંધ લો તે પહેલાં તને તેને શોધી શકે છે, જે જીવનશૈલીમાં ફેરફાર કરવામાં અને જો જરૂરી હોય તો સારવાર કરાવવામાં તમારી મદદ કરે છે. તેમાં નીચેનો સમાવેશ થાય છે:
બ્લડ પ્રેશર તપાસ – યુકેમાં પુખ્ત વયના ત્રીજા ભાગના લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય છે અને અંદાજિત 4.2 મિલિયન લોકોને તેની જાણ પણ હોતી નથી. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોની ઓળખ કરવી, જેથી તેઓ સારવાર મેળવી શકે અને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકે, NHS એ શ્યામ અને વંશીય લઘુમતી જૂથો તથા અન્ય ઉચ્ચ જોખમ ધરાવતા જૂથોના લોકોના સ્વાસ્થ્યને સુધારવા માટે ભલામણ કરેલ પાંચ પગલામાંથી એક છે.
40 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું દર 5 વર્ષે તેમનું બ્લડ પ્રેશર ચેક કરાવવું જોઈએ, જો તે સ્થિર અને વેલમેનેજ્ડ લેવલ પર રહેતું હોય તો હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ વર્ષમાં ઓછામાં ઓછું એકવાર તપાસવું જોઈએ.
કોલેસ્ટ્રોલ ટેસ્ટ – જો તમારી પાસે વધુ પડતું કોલેસ્ટ્રોલ હોય, તો તે તમારા અંગોની આસપાસ અને તમારી ધમનીઓમાં તે જમા થાય છે, જેનાથી તમને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ વધે છે. હાઇ કોલેસ્ટ્રોલની અસરકારક રીતે દવા દ્વારા સારવાર કરી શકાય છે.
જો તમને અન્ય તકલીફોને કારણે એન્યુઅલ હેલ્થ ચેકની ઓફર કરવામાં આવે તો તેનો લાભ લો. ઉદાહરણ તરીકે, બાયપોલર ડિસીઝ અથવા સાયકોસિસ જેવી ગંભીર માનસિક બીમારી ધરાવતા 14 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને પણ એન્યુઅલ ફીજીકલ હેલ્થ ચેક, માટે આમંત્રિત કરવા જોઈએ અને શીખવાની અક્ષમતા ધરાવતા લોકો એન્યુઅલ હેલ્થ ચેક કરાવી શકે છે.
કોમ્યુનિટી ફાર્મસીઓ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની તપાસ પણ કરી શકે છે, તેમજ ધૂમ્રપાન બંધ કરવામાં અથવા આલ્કોહોલને ઘટાડવામાં મદદ કરી શકે છે. તમે તમારા વિસ્તારમાં આપવામાં આવતી સેવાઓ અંગે https://www.nhs.uk/find-a-pharmacy પર તપાસ કરી શકો છો.
જો તમને સારવારની જરૂર હોય તેવી કોઈપણ સ્થિતિ હોય, તો તમારી પ્રિસ્ક્રાઇબ કરેલી દવા લો. તંદુરસ્ત જીવનશૈલી ઉપરાંત, ઘણા લોકોને ગંભીર બીમારીની સારવાર અને અટકાવવા માટે સૂચવવામાં આવેલી દવાઓ લેવાની જરૂર હોય છે. ડો. અહમદ કહે છે કે “જો તમને તમારી દવાઓને મેનેજ કરવા માટે અથવા તે ક્યારે લેવી તે યાદ રાખવા માટે મદદની જરૂર હોય, તો તમારા ફાર્માસિસ્ટને મદદ માટે પૂછો. તમારી દવાઓ લેવા માટે તમને યાદ અપાવવા માટે એલાર્મ સેટ કરવા જેવી વ્યવહારુ ટીપ્સ ઉપરાંત, તમને ડોસેટ બોક્સ જેવા સાધનો મદદરૂપ થઈ શકે છે.”
તમારી સીઝનલ રસીઓ મેળવો. હૃદયની સ્થિતિ, ડાયાબિટીસ અથવા અન્ય અંતર્ગત આરોગ્યની સ્થિતિ ધરાવતા લોકોને ચેપથી ગંભીર બીમારી થવાનું જોખમ વધારે હોય છે. જો તમારી પાસે આમાંની એક લાંબા ગાળાની સ્થિતિ છે અથવા તો અન્ય લોકોની સાથે જેમને વધુ જોખમરૂપ માનવામાં આવતા હોય તો તમે સંભવિતપણે NHS તરફથી મફત ફ્લૂ અને COVID-19 રસીઓ માટે લાયક બનો છો.
શિયાળા દરમિયાન જ્યારે વાઇરસ સૌથી વધુ ફેલાતો હોય ત્યારે તમે સુરક્ષિત છો તેની ખાતરી કરવા માટે અને સમય જતાં રક્ષણ ઓછું થાય છે અને વાઇરસ બદલાય છે ત્યારે તમારી રોગપ્રતિકારક શક્તિને ટૉપ-અપ રાખવા માટે બંને રસીકરણ કરાવવું મહત્વપૂર્ણ છે.
લોકલ NHS સેવાઓ 11 સપ્ટેમ્બરથી તેમના COVID-19 અને ફ્લૂ જેબ માટે લાયક લોકોને આમંત્રિત કરશે – કૃપા કરીને તમારા આમંત્રણની રાહ જુઓ. 18 સપ્ટેમ્બરથી, રાષ્ટ્રીય બુકિંગ સેવાઓ ખુલશે. વધુ માહિતી માટે www.nhs.uk/seasonalvaccinations ની મુલાકાત લો.
તમારી ડાયાબિટીક આંખની તપાસની એપોઇન્ટમેન્ટમાં હાજરી આપો
જો તમને ડાયાબિટીસ હોય તો ડાયાબિટીક આંખની તપાસ કરવી મહત્વપૂર્ણ છે કારણ કે તે દેખાતું બંધ ન થાય તે માટે મદદ કરે છે. ડાયાબિટીસને કારણે થતી આંખની સમસ્યાઓને ડાયાબિટીક રેટિનોપેથી તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે આંખની પાછળની બાજુની રક્તવાહિનીઓ લીક થઈ જાય અથવા અવરોધિત થઈ જાય ત્યારે તે થઈ શકે છે, જે દૃષ્ટિને સંભવિત રીતે અસર કરે છે. તમે તમારી દ્રષ્ટિમાં કોઈપણ ફેરફારોની નોંધ લો અને રક્ષણાત્મક પગલાં લેવાની મંજૂરી આપો તે પહેલાં સ્ક્રીનીંગ તેને વહેલી તકે શોધી શકે છે.
NHS ડાયાબિટીક આઇ સ્ક્રીનીંગ પ્રોગ્રામ વિશે વધુ માહિતી અહીં મળી શકે છે.
હું ખૂબ જ સ્વસ્થતા અનુભવું છું – પરવીનની વાત
બે સંતાનોની વ્યસ્ત માતા પરવીન અખ્તરે તેના બાળકો જન્મ્યા પછી અને તેના માતાપિતાની સંભાળ રાખ્યા પછી વજન વધાર્યું હતું.
“જ્યારે તમે સી-સેક્શન કરાવ્યું હોય, ત્યારે એવું લાગે છે કે વજન તમારા પેટની આસપાસ એકઠું થાય છે, અને તે મને પરેશાન કરતું હતું.”
વેસ્ટ બ્રોમીચના 44 વર્ષીય પરવીનને હાઈ બ્લડ પ્રેશર, ટાઇપ 2 ડાયાબિટીસનો પારિવારિક ઇતિહાસ હતો અને વિવિધ આહારનો પ્રયાસ કર્યા પછી તેને થોડી સફળતા મળી હતી. એક ઝડપી ઓનલાઈન તપાસ તેને ડાયાબિટીસ યુકેના ‘નો યોર રિસ્ક’ ટૂલ તરફ લઈ ગઈ હતી અને તેનો સ્કોર ‘એટ રિસ્ક’ તરીકે પાછો આવ્યો હતો.
“તે ડીટેઇલ ભરવાનું ખરેખર ઝડપી અને સરળ હતું, થોડા દિવસો પછી જ હેલ્ધીયર યુ એનએચએસ ડાયાબિટીસ પ્રિવેન્શન પ્રોગ્રામ તરફથી કોલ બેક મળવાથી મને આશ્ચર્ય થયું.
“તે પરફેક્ટ સમય હતો કારણ કે હું વિશ્વસનીય સ્ત્રોત પાસેથી વજન ઘટાડવા માટે મદદ મેળવવા માંગતી હતો જે મફત પણ હતું.”
તેણીએ ઓગસ્ટ 2020માં હેલ્થ કોચ, જેમી ગ્રેગ દ્વારા અપાતા ગૃપ સેશન્સ ઑનલાઇન શરૂ કર્યા હતા.
“દર અઠવાડિયે શું ધ્યાન કેન્દ્રિત કરવું તે માટેના સેશન્સ ખરેખર ટીપ્સ આપવામાં મદદ કરે છે. જો તમે પડી જાઓ તો તેઓ તમને પાટા પર પાછા લાવવામાં પણ મદદ કરે છે. શિક્ષકો ખરેખર સરસ છે, અને જેમી હંમેશા સેશન પહેલાં અથવા પછી મને મદદ કરવા ઉપર અને બહાર જઈને પ્રશ્નોના જવાબ આપવા માટે સમય કાઢે છે.”
“સેશન્સે મને પોર્શન કંટ્રોલ કરવા વિશે શીખવ્યું છે – હવે હું વિચારું છું કે હું મારી પ્લેટમાં કેટલો ખોરાક મૂકું છું. જ્યારે હું ખરીદી કરવા જાઉં ત્યારે હું ઘણાં ફળો અને શાકભાજી ખરીદવાનું પણ સુનિશ્ચિત કરું છું.’
તેણીએ શારીરિક પ્રવૃત્તિ વિશેની માહિતી પણ મદદરૂપ હોવાનું જણાવ્યું હતું. અવારનવાર ઘરકામ કરતી હોવા છતાં, પરવીનને સમજાયું હતું કે તેણીને તેના હૃદયના ધબકારા વધુ ઝડપી બનાવવાની જરૂર છે. તેણી પોતાની ગતિએ તેણીની પ્રવૃત્તિનું સ્તર વધારવામાં સક્ષમ બમી છે અને તેની હકારાત્મક અસર જોવા મળી છે.
“મને સારું લાગે છે કે હું ખરેખર દોડી શકું છું અને હાંફતી નથી. હવે હું મારા બાળકો સાથે સીડીઓ ઉપર અને નીચે દોડી શકું છું અને મને તે મુશ્કેલ નથી લાગતું.
વધારાની મદદ
ધૂમ્રપાન બંધ કરવામાં મદદ માટે 0300 123 1044 પર મફત સ્મોક ફ્રી નેશનલ હેલ્પલાઇનનો ઉપયોગ કરો.
પ્રિસ્ક્રિપ્શન ખર્ચમાં મદદ મેળવવા માટે 0300 330 134 ઉપર NHS હેલ્પ વિથ હેલ્થ કોસ્ટ હેલ્પલાઇનમાંથી મદદ મેળવો.
ડાયાબિટીસ યુકે, હાર્ટ યુકે અથવા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન તરફથી મદદ મેળવો.
ડાયાબિટીસવિશે ડૉ. સેન્ટ જ્હોન પાસેથી વધુ સાંભળવા માટે આ એફિનિટી એક્સટ્રા પૉડકાસ્ટમાં ટ્યુન કરો અથવા સ્પોર્ટ્સ અને એક્સરસાઇઝ મેડીસીન નિષ્ણાત ડૉ. સેમ બોચીપાસે કસરતના મહત્વ વિશે ચર્ચા કરો.