યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ડિએગોના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે રોજિંદી પ્રવૃત્તિઓ જેમ કે રસોઈ, કપડાં ધોવા, બાગકામ અને સ્નાન કરવા માટે દિવસમાં ચાર કલાક ઉપરનો સમય વીતાવવાથી વૃધ્ધ મહિલાઓનું હૃદય રોગના જોખમને ઘટાડી શકાય છે. આ બધી હિલચાલ વૃદ્ધાવસ્થામાં હૃદય રોગને રોકે છે.
79 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતી 5,416 મહિલાઓને આ અભ્યાસમાં એક્ટિવિટી ટ્રેકર પહેરાવી તેઓ રોજની સ્વ-સંભાળ, રસોડામાં ફરવું, ઘરકામ અને બાગકામ સહિતના સરળ રોજિંદા કાર્યો કરવામાં કેટલો સમય પસાર કરે છે તેનું મૂલ્યાંકન કરાયું હતું.
ઓછામાં ઓછા ચાર કલાક પોતાના પગ પર વિતાવનાર મહિલાઓને આગામી છ થી સાત વર્ષમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગથી મૃત્યુ પામવાની શક્યતા 62 ટકા ઓછી થાય છે. વધુ સક્રિય મહિલાઓમાં કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ અને કોરોનરી હ્રદય રોગ થવાનું જોખમ 43 ટકા ઓછું હતું અને સ્ટ્રોક થવાનું જોખમ 30 ટકા ઓછું હતું. વાસણ ધોવા જેવી દૈનિક પ્રવૃત્તિઓ પણ વૃધ્ધ મહિલાઓમાં હૃદય રોગનું જોખમ ઘટાડે છે.”