પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રે આશરે 40 મેડિકલ ટેસ્ટ કરતાં ‘હેલ્થ એટીએમ’ તેના તમામ 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHCS)માં સ્થાપિત કર્યા છે. ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે. આ હેલ્થ એટીએમમાં હેલ્થ ચેક-અપ થઈ શકશે. વ્યક્તિએ ફક્ત આ વિશિષ્ટ મશીન પર ઊભા રહેવું પડશે જે તમારા લોહીના નમૂના લેશે તથા કેન્સર, એચઆઇવી અને કાર્ડિયાક રોગો સહિત 40 જેટલા મહત્વપૂર્ણ બોડી પ્રોફાઇલ ટેસ્ટ કરશે.

દરેક મશીનની કિંમત રૂ.5 લાખ છે અને સમગ્ર પ્રોજેક્ટ માટે વહીવટીતંત્રના પોતાના ભંડોળ અને સ્થાનિક ધારાસભ્યોની ગ્રાન્ટનો ઉપયોગ કરાશે. ડિજિટલ સ્ટેથોસ્કોપથી સજ્જ મશીન ECG, હિમોગ્લોબિન પરીક્ષણો, ક્રિએટિનાઇન, બિલીરૂબિન, ગ્લુકોઝ પરીક્ષણો, કાન-નાક-ગળાના ટેસ્ટ, , ત્વચા અને નખના ઇમેજિંગ, આંખની તપાસ જેવી ટેસ્ટ કરી શકશે. તે એઇડ્સ ઉપરાંત ફેફસાં અને સ્તન કેન્સર અને મગજના સ્ટ્રોકના જોખમ માર્કર્સ પણ દર્શાવશે.

ગ્રામ્ય લોકોને તપાસ માટે જુનાગઢ સીવીલ હોસ્પીટલ સુધી આવવુ પડતુ હોવાથી લોકો ચેકઅપ કરાવવાનું ટાળતા જ હોય છે.પરંતુ હવે આ હેલ્થ એટીએમથી આરોગ્ય ચકાસણી સરળ બની છે. પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોનાં આ મશીનથી જ પરીક્ષણ થઈ જશે. લોકોનો સમય અને ખર્ચ પણ બચશે.

LEAVE A REPLY