સરકારે શનિવારે ડાયાબિટિશની સસ્તી દવા સિટાગ્લિપ્ટિન લોન્ચ કરી હતી. તે પ્રતિપેક દીઠ રૂ.60ના સસ્તા ભાવે જેનેરિક ફાર્મસી સ્ટોર્સ જન ઔષધી કેન્દ્ર પરથી મળશે. ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઇસિસ બ્યૂરો ઓફ ઇન્ડિયા (PMBI)એ તેના જન ઔધષી કેન્દ્રમાં સિટાગ્લિપ્ટિના નવા વેરિયન્ટ અને કોમ્બિનેશનનો સમાવેશ કર્યો છે, એમ કેમિકલ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. સિટાગ્લિટિન ફોસ્ફેટ ટેબ્લેટ્સ 50 એમજીના એક પેકનો મહત્તમ છૂટક ભાવ રૂ.60 છે, જ્યારે સિટાગ્લિપ્ટિન ફોસ્ફેટ ટેબ્લેટ 100 એમજીનો ભાવ રૂ.100 છે. સિટાગ્લિપ્ટિન અને મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટ્સના કોમ્બિનેશનનો ભાવ પેક દીઠ રૂ.65 છે, જ્યારે સિટાગ્લિપ્ટિન મેટફોર્મિન હાઇડ્રોક્લાઇડ ટેબ્લેટનો ભાવ રૂ.70 છે.