કોરોના મહામારીથી લોકો પોતાના આરોગ્ય માટે વધુ સજાગ બન્યા છે અને તેઓ આરોગ્ય પર સતત નજર રાખવા માટે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ તરફ વળ્યા છે. લોકોમાં હેલ્થકેર, સામાજિક પ્રવૃત્તિ, માનસિક આરોગ્ય સપોર્ટ અને ફિટનેસ સહિત આરોગ્ય સંભાળ માટે હોમ બેસ્ડ ટેકનોલોજીને હવે સ્વીકારી રહ્યાં છે. આમ હવે લોકો રિમોટ હેલ્થ મોનિટરિંગ તરફ વળ્યાં છે.
કોરોના મહામારી પહેલા વૃદ્ધ લોકોમાં આરોગ્ય અને વેલનેસ માટે હોમ બેસ્ડ ડિજિટલ ટેકનોલોજીનો ટ્રેન્ડ ચાલુ થયો હતો. રો સેન્સર ડેટાના અર્થઘટન માટે મશીન લર્નિંગમાં પ્રગતિ તથા બાયોમેટ્રિક અને પર્યાવરણી સેન્સર્સના વિકાસ સાથે ઘેર બેઠા આરોગ્ય સંભાળ કરવાના ટ્રેન્ડને વધુ વેગ મળ્યો હતો.
અમેરિકા સ્થિત માર્કેટ રિસર્ચ કંપની સ્ટ્રેટેજી એનાલિટીક્સના નવા રિપોર્ટમાં બહાર આવ્યું છે કે કોરોના મહામારીથી આ ટ્રેન્ડ મોટો વેગ મળ્યો છે. તેનાથી હેલ્થકેરની પરંપરાગત પદ્ધતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. આરોગ્ય સંભાળ માટેના ડિજિટલ સોલ્યુશન ઝડપથી નિયમનકારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે અને વીમા કંપનીઓ હવે રિમોટ કેર અને વર્ચ્યુઅલ વિઝિટ માટે પણ દર્દીઓના વીમાના દાવા સ્વીકારીને પેમેન્ટ કરી રહી છે.
આ કંપનીના યુઝર એક્સપિરિયન્સ ઇનોવેશન પ્રેક્ટિસ (UXIP)ના ડિરેક્ટર લીસા કૂપરે જણાવ્યું હતું કે “અમે જાણીએ છીએ કે લોકો પોતાના આરોગ્ય પર અંકુશ લેવા માગે છે અને પહેરી શકાય તેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો મારફત મળતા હેલ્થ ઇન્ડિકેટર્સને પ્રાથમિકતા આપી રહ્યાં છે. કોરોના મહામારીથી રિમોટ હેલ્થકેરમાં ઉછાળો આવ્યો છે અને લોકોએ આરોગ્ય સંભાળના ડિજિટલ સાધનોની ટેવાઈને આરોગ્ય પર વધુ અંકુશ મેળવવો પડ્યો છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારી એજન્સીઓ વધુ કન્ઝ્યુમર વેરેબલ્સ (પહેલી શકાય તેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો)ને ફાસ્ટ ટ્રેક આધારે મંજૂરી આપી રહી છે. તેનાથી રિમોટ મોનિટરિંગ માટે સપોર્ટ અને પ્રોત્સાહન મળી રહ્યું છે અને મેડિકલ ડિવાઇસિસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે.
વધુમાં હેલ્થ એન્ડ વેલનેસના ફીચર્સ સાથેની સ્માર્ટવોચની ઉપલબ્ધતામાં વધારો થઈ રહ્યો છે. આવી સ્માર્ટવોચિસ તેમના એ સેન્સર્સને કમ્બાઇન કરી રહી છે કે જે બ્લડ પ્રેશર, હાર્ટરેટ, ઇલેક્ટ્રિકલ હાર્ટ ઇસીસી,બાયોલેક્ટ્રીકલ ઇમ્પેડન્સ બીઆઇએ, સ્કેલેટન મસલ માસ, બેસલ મેટાબોલિક રેટ, બોડી ફેટ, બોડી વોટર, સ્લિપિંગ, સ્નોરિંગ સહિતના આરોગ્યના બાયોમેટ્રિક્સ પર નજર રાખે છે.
UXIPના વાઇસ પ્રેસિડન્ટ કેવિન નોલાને જણાવ્યું હતું કે સ્માર્ટવોચિસથી આગળ વધીને ઇનોવેશન કરવાની જરૂરિયાત છે. સ્કીન પેચ જેવા એક ઇઝી યુ યુઝ પેસિવ સેન્સર સાથે આરોગ્યના વિવિધ બાયોમાર્કર્સની દેખરેખ થાય તે માટે કામગીરી કરવાની જરૂર છે. ડેવલપર્સે મોટું વિચારવાની જરૂર છે તથા શિક્ષણ સંસ્થાઓ અને હેલ્થકેર સંસ્થાઓ સાથે ભાગીદારી કરીને ઇઝુ ટુ યુઝ પેસિવ વેરેબલ્સ વિકસાવવાની જરુર છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે લોકો પોતાના આરોગ્ય અંગે વધુ સશક્ત થવા માગે છે અને હેલ્થકેર પ્રેક્ટિસનર્સ સાથે ભાગીદારી ઇચ્છે છે. બીજી તરફ હેલ્થકેર પ્રેક્ટિશનર્સ ડિજિટલ સોલ્યુશન્સ માટે ખુલ્લું મન ધરાવે છે, પરંતુ તેમને સમયસર ધોરણે સંબંધિત ડેટાની જરૂર છે. તેઓ ખોટા સેન્સર આઉટપૂટને ઇચ્છતાં નથી.