Vikram Doraiswamy

શુક્રવાર, સપ્ટેમ્બર 29, 2023 ના રોજ યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આલ્બર્ટ ડ્રાઇવ વિસ્તારમાં આવેલા ગ્લાસગો ગુરુદ્વારા ગુરુ ગ્રંથ સાહિબમાં જતા અટકાવનાર ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓએ “કોઈ ગુનાહિત” પ્રવૃત્તિ કરી ન હોવાનું પોલીસ સ્કોટલેન્ડે જણાવ્યું છે.

સ્કોટીશ પોલીસે જણાવ્યું હતું કે “ગ્લાસગો વિક્ષેપના અહેવાલની વિસ્તૃત પૂછપરછ કરાઇ હતી. પરંતુ તે બનાવમાં કોઈ ગુનાહિતતા સ્થાપિત થઈ નથી.”

અત્રે ઉલ્લેખનીય છે કે તે વખતના વિડીયોમાં જણાય છે કે ત્રણ લોકોએ આયોજિત મુલાકાતને “ઇરાદાપૂર્વક વિક્ષેપિત” કરી હતી અને એક વ્યક્તિએ હિંસક રીતે શ્રી દોરાઇસ્વામીની કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આયોજકોમાંથી એકની ઝડપી પ્રતિક્રિયાને કારણે મોટી ઘટના ટળી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments