ભારતીય હાઈ કમિશન લંડન દ્વારા તા. 20 ઓગસ્ટ 2022 – શનિવારના રોજ સવારે 10 થી સાંજના 4:00 સુધી શ્રી ગુરુ રવિદાસ ભવન અને કોમ્યુનિટી સેન્ટર બેડફોર્ડ, MK40 1ED ખાતે કોન્સ્યુલર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં OCI ની નોંધણી, પાસપોર્ટ રિન્યુઅલ/સરન્ડર અને કોન્સ્યુલર દસ્તાવેજોનું પ્રમાણીકરણ વગેરે સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવશે.
આવા જ બીજા કેમ્પનું આયોજન 27 ઓગસ્ટ 2022 શનિવારના રોજ સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી હિન્દુ મંદિર બ્રિસ્ટોલ 163B ચર્ચ રોડ B55 9LA ખાતે કરવામાં આવ્યું છે.
પ્રશ્નો માટે કૃપા કરીને ઇ-મેઇલ કરો: [email protected]