લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન પર ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા કરાયેલા હુમલાનો વિરોધ કરતો એક પત્ર સ્ટોકપોર્ટના ભારતીય મૂળના એમપી નવેન્દુ મિશ્રાના વડપણ હેઠળ લેબર એમપી માઈક એમ્સબરી, ઉન્મેષ દેસાઈ, એએમ; ક્રુપેશ હિરાણી, એએમ; વિરેન્દ્ર શર્મા, એમપી; ટ્યૂલિપ સિદ્દિક, એમપી અને ગેરેથ થોમસ, એમપી દ્વારા ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીને લખ
વામાં આવ્યો છે.
લેબરના ડેપ્યુટી લીડર એન્જેલા રેનરે ટ્વીટ કરી જણાવ્યું હતું કે ‘’હિંસક અવ્યવસ્થા અને તોડફોડ માટે કોઈ સ્થાન હોઈ શકે નહીં. ભારતીય હાઈકમિશનમાં બનેલી ઘટનાઓની તપાસ શરૂ કરવામાં આવી છે તે આવકારદાયક છે.’’
હેરો વેસ્ટના લેબર એમપી અને ઇન્ટરનેશનલ ટ્રેડના શેડો મિનિસ્ટર ગેરેથ થોમસે ટ્વીટ કરી જણાવ્યું હતું કે ‘’ગઈકાલે ભારતીય હાઈ કમિશનની બહાર થયેલી અવ્યવસ્થા અને તોડફોડ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. અમારા મુખ્ય વેપારી ભાગીદારો, સહયોગીઓ અને કોમનવેલ્થ મિત્રોમાંના એકના રાજદ્વારીઓ અને કર્મચારીઓની સુરક્ષા માટે સરકારે વધુ કરવું જોઈએ.’’
સાસંદો અને લંડન એસેમ્બલી મેમ્બર્સે પત્રમાં જણાવ્યું હતું કે ‘’હાઈ કમિશન સામે થયેલી હિંસક અવ્યવસ્થા અને તોડફોડના પ્રકાશમાં સમર્થન વ્યક્ત કરીએ છીએ. આ વર્તનની તમામ સ્વરૂપોમાં નિંદા થવી જોઈએ. આ દેખાવો અંગે ઓછામાં ઓછા 24 કલાક પહેલા કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરાઇ હતી. પરંતુ હોમ ઓફિસ પર્યાપ્ત સુરક્ષા સુનિશ્ચિત કરાવવામાં નિષ્ફળ ગઈ હતી. શાંતિપૂર્ણ વિરોધ, પ્રદર્શન અને લોકશાહી ચર્ચામાં ભાગ લેવાની ક્ષમતા એ બ્રિટિશ પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા સામે તોડફોડ અથવા હિંસા અસ્વીકાર્ય છે.’’
તો બીજી તરફ લેબર કોન્વેન્શન ઓફ ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ‘’ભારતીય હાઈ કમિશન (લંડન)માં તોડફોડ થતી જોઈને દુઃખ થયું. અહીં વિભાજન અને તંગદિલી ઊભી કરવાના પ્રયાસો કામ નહીં આવે. બ્રિટિશ સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે તમામ રાજદ્વારીઓ, સ્ટાફ અને મિશન સુરક્ષિત અને સુરક્ષિત છે.’’