સિંગાપોરમાં પોલીસે મહામારી દરમિયાન માસ્ક નહીં પહેરવા બદલ એક ભારતીય પરિવારના એક કેસમાં હેઇટ ક્રાઇમના કેસની તપાસ શરૂ કરી છે. આ ઘટનાના થોડા દિવસ પહેલા મૂળ ચીનના એક વ્યક્તિની ભારતીય મહિલાને કથિત પરેશાન કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
સિંગાપોર પોલીસ ફોર્સ (SPF)ના તાજેતરમાં જણાવ્યા મુજબ પસિર રિસ બીચ પાર્કમાં જાહેર સ્થળે પર એક અનિચ્છનીય ટિપ્પણી કરવા બદલ 47 વર્ષીય વ્યક્તિ સામે તપાસ કરવામાં આવી રહી છે. ચેનલ ન્યૂઝ એશિયાના રીપોર્ટ મુજબ પ્રાથમિક તપાસમાં જણાયું છે કે, 2 મે ના રોજ સાંજે છ કલાકે આ વ્યક્તિએ ભારતીય પરિવાર અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી અને માસ્ક નહીં પહેરવા બદલ પરિવારના પુરુષ સાથે દલીલ કરી હતી. પોલીસે તે વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી. તાજેતરમાં પોલીસે ચીનના 30 વર્ષીય એક વ્યક્તિની ભારતીય મૂળની 55 વર્ષીય મહિલાને કથિત રીતે પરેશાન કરવા બદલ ધરપકડ કરી હતી.
SPFના જણાવ્યા મુજબ તે વ્યક્તિની જાહેર સ્થળે ઉપદ્રવ કરવા, અસભ્ય ભાષાનો ઉપયોગ, બીજા વ્યક્તિની વંશીય લાગણીને ઠેસ પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આ બંને ઘટના સંબંધિત તપાસ કરી રહી છે.
જાહેર ઉપદ્રવના ગુનામાં ત્રણ મહિના સુધીની જેલ, બે હજાર સિંગાપોર ડોલર સુધીનો દંડ અથવા બંને થઇ શકે છે. જો આરોપીએ ઇરાદાપૂર્વક કોઇ વ્યક્તિની સામે અસભ્ય શબ્દોમાં વંશીય લાગણીને ઠેસ પહોંચાડી હોય તો તેને ત્રણ વર્ષની જેલ સજા, પાંચ હજાર ડોલરનો દંડ અથવા બંને થઇ શકે છે. આ મહિલા 7 મે ના રોજ સવારે 8.45 કલાકે ચાઓ ચુ કેન્ગ ડ્રાઇવ પર ચાલતી હતી ત્યારે એક ચાઇનીઝ દંપતીએ યોગ્ય રીતે માસ્ક પહેરવા અંગે જણાવ્યું હતું, તેમ પોલીસે જણાવ્યું હતું.
આ અંગે કાયદા અને ગૃહ બાબતોના પ્રધાન કે. શણમુગમે સાંસદોને પણ કહ્યું છે કે, જો દેશમાં વંશભેદ અને વિદેશીઓ પ્રત્યે વિકૃતિ વધશે તો સિંગાપોર નિષ્ફળ જશે. વડાપ્રધાન લી સીઅન લૂંગ અને પ્રધાનોએ પણ ઝડપથી ચાલતી મહિલા પર હુમલાની ઘટનાને વખોડી કાઢી હતી. જેમાં ચાલવા દરમિયાન માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.