Australia's Deakin University has started a camp in Gift City

ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ હસમુખ અઢિયાને ગિફ્ટ સિટી લિમિટેડના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છેગિફ્ટી સિટી હાલમાં ગાંધીનગરમાં ભારતના પ્રથમ સ્માર્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ-ટેક સિટીના નિર્માણનું કાર્ય કરી રહી છે. ગિફ્ટ સિટીના ચેરમેન તરીકેઅઢિયાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ સુધીર માંકડનું સ્થાન લીધું છે. 

GIFT સિટી ઉપરાંતઅઢિયાને રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમો ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL) અને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC)ના બોર્ડના ડિરેક્ટર અને અધ્યક્ષ તરીકે તાત્કાલિક અસરથી નિયુક્ત કરવામાં આવ્યા છે. 1981 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી અઢિયા  હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે સેવા આપે છે. 

LEAVE A REPLY