હેરીએ અવનવા આક્ષેપો અને દાવાઓ કરીને પોતાના શાહી પરિવારને મજાકનું સાધન બનાવી દીધું હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. પ્રિન્સ હેરી અને તેમના સંસ્મરણો અંગે અમેરિકન ટીવી સ્ટાર અને હાસ્ય કલાકાર સ્ટીફન કોલ્બર્ટ દ્વારા યુએસ ટીવી ઇન્ટરવ્યુના પ્રસારણ પહેલાં હેરીના જીવનની તુલના હેરી પોટર સાથે કરવામાં આવી હતી અને નવા પુસ્તકની મજાક ઉડાડવામાં આવી હતી જે શાહી સ્મારક પ્લેટ તરીકે ઉપલબ્ધ છે. ડ્યુક ઓફ સસેક્સને ‘હિઝ રોયલ હેરીનેસ’ તરીકે ઓળખવામાં આવ્યા હતા.
અમેરિકામાં દાવો કરાઇ રહ્યો છે કે સામાન્ય રીતે સમર્થક, ઉદારવાદી અને મૈત્રીપૂર્ણ યુએસ મીડિયા આઉટલેટ્સ પ્રિન્સ હેરીની તેની એકની એક વાર્તાઓ, આક્ષેપો અને ફરિયાદોથી કંટાળી ગયું છે. ડાબેરી અને બ્રિટિશ વિરોધી ન્યુ યોર્ક ટાઈમ્સે તેમની ટિપ્પણીને ‘પુનરાવર્તિત અને કંટાળાજનક’ ગણાવી હતી અને સૂચવ્યું હતું કે સસેક્સ પ્રત્યે યુએસના વલણમાં ઓટ આવી રહી છે.
પ્રિન્સ હેરીએ સોમવારે રાત્રે સ્ટીફન કોલ્બર્ટ સાથે ધ લેટ શોમાં ફિલ્માંકન કર્યું હતું. પરંતુ કાર્યક્રમના હોસ્ટે હેરી, પુસ્તક અને પરિવારને ચર્ચાના ચકડોળે ચઢાવવાની તક ઝડપી લીધી હતી. હેરી તેના ટ્રાન્સએટલાન્ટિક ટીવી બ્લિટ્ઝના અંતે તેના નવા સંસ્મરણ ‘સ્પેર’નો પ્રચાર કરી રહ્યા છે.