પ્રિન્સ હેરીએ અફઘાનિસ્તાનમાં 2012-13માં હેલિકોપ્ટર પાઇલટ તરીકે સેવા આપતી વખતે 25 તાલિબાન લડવૈયાઓને મારી નાખ્યા હોવાનો અને છ મિશનમાં ભાગ લીધો હોવાનો દાવો કર્યો હતો. તે તમામ મૃત્યુને તેણે ન્યાયી ગણાવી જણાવ્યું હતું કે તેઓ બોર્ડ પરના ચેસના પ્યાદા હતા અને તે ખરાબ લોકો સારા લોકોને મારી શકે તે પહેલાં તેમને દૂર કરવામાં આવ્યા હતા. મને આશા હતી કે તે મોત અન્ય લોકોને મદદ કરશે.”
પ્રિન્સ હેરીએ આ દાવો કરતા તેમની સુરક્ષાનું જોખમ ઉભુ થયું છે. બીજી તરફ કેટલાક નિષ્ણાંતોએ આવો દાવો કરવા પાછળનું કારણ બ્રિટનમાં પૂરતી સુરક્ષા મળે તે હોવાની આશંકા રજૂ કરી હતી. તો અન્ય ભૂતપૂર્વ અધિકારીએ તાલિબાનોને મારવાની ટિપ્પણી હેરીને કલંકિત કરે છે તેમ જણાવ્યું હતું.
હેરીએ યુએસના પીપલ મેગેઝિનમાં તાલિબાન હત્યાની સંખ્યાને જાહેર કરવાના કારણને વાજબી ઠેરવતાં જણાવ્યું હતું કે તે અમારી સેવાનો ભાગ છે જે અમને ત્રાસ આપે છે અને તે વિશે ચર્ચા કરવી જ જોઈએ. તેમણે અફઘાનિસ્તાનના 25 દુશ્મન લડવૈયાઓને મારી નાખવાને પોતાની ભાવનાત્મક તાણને સહન કરવાના સાધન તરીકે વર્ણવી તેને પોતાની સારવાર માટેનું કૃત્ય ગણાવ્યું હતું.
હેરીએ પોતાના લગ્ન માટે વિલયમે વિલેજ ચેપલનું સૂચન કર્યું હોવાનો દાવો કરી જણાવ્યું હતું કે શાહી પરિવારે મેઘન સાથેના તેના લગ્નની તારીખ અને સ્થળ બાબતે તેની મજાક કરી હતી. હેરીએ શાહી ફરજના ભાગરૂપે કરવાના મૂળભૂત કાર્યો કરવા માટે પોતે અસમર્થ હતો તેવો દાવો કર્યો હતો.