પ્રિન્સ હેરી કિંગ ચાર્લ્સ જ્યારે વિદેશમાં હશે ત્યારે તેમના સંભવિત પ્રતિનિધિઓ તરીકે ડ્યુક ઓફ યોર્ક પ્રિન્સ એન્ડ્ર્યુ અને ડ્યુક ઓફ સસેક્સ તેમનું પદ સંભાળશે પરંતુ તેમને આવી ફરજ બજાવવા માટે બોલાવવામાં આવે તેવી શક્યતા નથી.
રાજવી પરિવારના સભ્યો વિદેશમાં હોય ત્યારે રાજાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવા રાજવીઓની સંખ્યા વધારવા માટે કાયદાનું આયોજન કરવા બકિંગહામ પેલેસના અધિકારીઓ સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે. રાજા અને રાણીની ગેરહાજરીમાં પ્રિન્સ એન્ડ્ર્યુ અથવા પ્રિન્સ હેરીને રાજ્યની બાબતોમાં સામેલ ન કરવા માટે નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે.
જોકે હેરી અને એન્ડ્રુ રાજ્યના કાઉન્સેલર તરીકે રહેશે. 1937 અને 1953ના રીજન્સી એક્ટ્સ હેઠળ, જો કોઈ કારણસર રાજા ગેરહાજર હોય, તો મોટાભાગની નિમણૂંકો અને કાયદાઓ માટેની મંજૂરીઓ રાજ્યના બે સલાહકારો દ્વારા હાથ ધરવામાં આવી શકે છે. કાયદો કહે છે કે તે હક્ક રાજાની પત્ની સાથે ઉત્તરાધિકારની લાઇનમાં રેહલા ચાર સૌથી વરિષ્ઠ પુખ્ત વયના લોકો પાસે છે. જેમાં રાજ્યના વર્તમાન સલાહકારો કેમિલા, પ્રિન્સ ઑફ વેલ્સ, ડ્યુક ઑફ સસેક્સ, ડ્યુક ઑફ યોર્ક અને પ્રિન્સેસ બીટ્રાઇસ ધરાવે છે. હેરી અને એન્ડ્રુ બંનેએ શાહી ફરજો છોડી દીધી છે, જ્યારે પ્રિન્સેસ બીટ્રાઇસ શાહી પરિવારના કાર્યકારી સભ્ય નથી. બકિંગહામ પેલેસે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.