(Photo by Paul Grover - WPA Pool/Getty Images)

મેમોઇરિસ્ટ જેઆર મોહરિંગર દ્વારા લખાયેલ અને મલ્ટી-મિલિયન ડોલર ડીલના પુસ્તક ‘સ્પેર’માં પ્રિન્સ હેરીએ દાવો કર્યો છે કે 2021માં ડ્યુક ઓફ એડિનબરાના અંતિમ સંસ્કાર પછી ચાર્લ્સે અમને ભાઇઓને લડાઈ ન કરવા વિનંતી કરી હતી અને ચાર્લ્સ તેની અને વિલિયમની વચ્ચે ઉભા હતા અને અમને કહ્યું હતું કે “કૃપા કરીને છોકરાઓ… મારા અંતિમ વર્ષોને દુઃખી ન બનાવો.”

સંસ્મરણોમાં હેરીએ જણાવ્યું છે કે માતા ડાયેનાનું અવસાન થયું ત્યારે ચાર્લ્સે તેને ગળે લગાડ્યો ન હતો. કાર અકસ્માતની જાણ કરવા માટે તેને જગાડ્યો હતો પરંતુ હેરી કહે છે કે “સામાન્ય સંજોગોમાં” પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં ચાર્લ્સ સારા ન હતા અને તેમણે આ સમયે મને ગળે લગાવ્યો ન હતો.’’

આ પુસ્તકનું શીર્ષક હેરીના જન્મ પછી કથિત રીતે કરવામાં આવેલી ટિપ્પણીનો પણ સંકેત આપે છે. જેમાં હેરી લખે છે કે તે 20 વર્ષનો હતો ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે ચાર્લ્સે ડાયનાને કહ્યું હતું “અદ્ભુત. તમે મને એક હેર અને સ્પેર આપ્યો છે. તમે તમારું કામ કર્યું છે.” આથી જ હેરીએ પુસ્તકનું નામ સ્પેર રાખ્યું છે.

હેરી અને મેઘનની નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરીમાં, હેરીએ 2020ની શરૂઆતની કોન્ફરન્સનું વર્ણન કરતાં કહ્યું હતું કે “મારા ભાઈએ મારા પર ચીસો અને બૂમો પાડી હતી જે ભયાનક હતું. મારા પિતા (કિંગ ચાર્લ્સ)એ એવી વાતો કહી હતી જે ફક્ત સાચી ન હતી, અને મારી દાદી (સ્વ. મહારાણી) શાંતિથી ત્યાં બેસી રહ્યા હતા.”

અત્રે ઉલ્લેખનીય છે કે વિલિયમ અને કેથરીન મેઘન અભિનિત ટીવી શ્રેણી, સુટ્સના ચાહકો હતા અને જ્યારે હેરીએ તેની તત્કાલીન ગર્લફ્રેન્ડ મેઘનની ઓળખ જાહેર કરી ત્યારે વિલિયમે તેને ચેતવણી આપી હતી કે “હેરોલ્ડ, તે એક અમેરિકન અભિનેત્રી છે, કંઈપણ થઈ શકે છે.” આ ઉપરાંત વિલિયમે તેને મેઘન સાથેના લગ્ન વખતે દાઢી કાઢી નાંખવા આદેશ આપ્યો હતો, જો કે રાણીએ પ્રસંગ માટે દાઢી રાખવાની પરવાનગી આપી હતી. હેરીએ એક કાર્યક્રમ પહેલા મેઘને કેટનો લિપ ગ્લોસ વાપરવા લીધો તે વખતે મેઘને આંગળી પર થોડું વધારે ગ્લોસ સ્ક્વિઝ કરી હોઠ પર લગાવતા કેથરિને મોઢુ મચકોડ્યું હોવાનું પણ જણાવ્યું છે.

સંસ્મરણમાં દાવો કરાયો છે કે 2005માં હેરી 20 વર્ષનો હતો ત્યારે ફેન્સી ડ્રેસ પાર્ટી પહેલા જ્યારે હેરી નાઝી યુનિફોર્મ પહેરીને ઘરે પરત ફર્યો ત્યારે વિલિયમ અને કેથરિન તેના પર હસ્યા હતા. ત્યારે સન અખબારે કોસ્ચ્યુમ પાર્ટીમાં યુનિફોર્મમાં સજ્જ તેનો ફોટો ફ્રન્ટ પેજ પર પ્રકાશિત કર્યો હતો.

પુસ્તક ‘સ્પેર’ના પેંગ્વિન રેન્ડમ હાઉસ દ્વારા સિટ-ડાઉન ઇન્ટરવ્યુ માટેના ટ્રેલરમાં પ્રિન્સ હેરીએ કહ્યું છે કે “હું મારા ભાઇ અને પિતાને પાછા મેળવવા માંગુ છું”. જો કે, હેરીએ ITV ના ટોમ બ્રેડબીને જણાવ્યું હતું કે “તેઓએ સમાધાન કરવાની બિલકુલ ઈચ્છા દર્શાવી નથી.” જો કે તેમણે સ્પષ્ટ કર્યું ન હતું કે તે કોનો ઉલ્લેખ કરી રહ્યો હતો.

ધ સનમાં જણાવાયું હતું કે ‘’મેં મારા ભાઈ સાથે કેમિલા અધિકૃત રીતે પરિવારમાં જોડાયા તે પહેલાં તેમની સાથે અલગ બેઠકો કરી હતી. પરંતુ હું અને વિલિયમ જો તેઓ કિંગ ચાર્લ્સને ખુશ કરી શકે તો માફ કરવા તૈયાર હતા.’’ આ મીટિંગ ક્યારે થઈ હતી અથવા તે સમયે હેરીની ઉંમર કેટલી હતી તે અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી.

હેરીએ જણાવ્યું છે કે માતા, ડાયેનાના નિધન બાદ તેણે 12 વર્ષની વયે દુ:ખમાંથી હળવા થવા “સત્તા હોવાનો દાવો કરતી” સ્ત્રી પાસેથી મદદ માંગી હતી. તે મહિલાએ તેને કહ્યું હતું કે “તમારી માતા કહે છે કે તમે એવું જીવન જીવી રહ્યા છો જે તેણી જીવી ન શકે. તમે એ જીવન જીવો છો જે તમારા માટે તેઓ ઇચ્છતા હતા.” એ મહિલા સાથે ક્યાં અને ક્યારે મુલાકાત થઈ હતી તેની પણ કોઈ વિગતો નથી.

હેરીએ પોતાના પહેલા સેક્સ અનુભવ વિષે લખતાં જણાવ્યું હતું કે ‘’હું 17 વર્ષનો હતો જ્યારે એક પબની પાછળના ખેતરમાં પોતાના મારા કરતા મોટી વયની મહિલા સાથે સેક્સ કર્યું હતું. તે અપમાનજનક અનુભવ હતો. સેક્સ દરમિયાન તે મહિલાએ તેની સાથે “યુવાન સ્ટેલિયનની જેમ” વર્તન કર્યું હતું.

હેરીએ પોતે ડ્રગનું સેવન કર્યુ હોવાના દાવામાં જણાવ્યું હતું કે ‘’મેં 17 વર્ષની ઉંમરે કોઈકના ઘરે કોકેઈનનો ઉપયોગ કર્યો હતો. તો ઇટન કોલેજમાં ભણતો હતો ત્યારે મેં બાથરૂમમાં કેનાબીસ (ગાંજો)નું ધૂમ્રપાન કર્યું હતું અને 2016માં કેલિફોર્નિયાના પ્રવાસ દરમિયાન મેજીક મશરૂમ્સ પણ લીધા હતા. પણ તેનો આનંદ માણ્યો ન હતો અને તેનાથી મને ખાસ કરીને ખુશીની અનુભૂતિ થઈ ન હતી.

હેરીએ આ સંસ્મરણમાં 2009માં ટીવી પ્રસ્તુતકર્તા કેરોલાઇન ફ્લેક સાથેના મિલન, સંબંધો વિષે તથા કઇ રીતે છૂટા પડ્યા તે વિષે પણ જણાવ્યું હતું.

LEAVE A REPLY