અમદાવાદની સેશન્સ કોર્ટ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં એક વર્ષ માટે કોર્ટની પૂર્વ મંજૂરી વગર ગુજરાત બહાર જવાની પરવાનગી આપી છે.2020ના જાન્યુઆરી મહિનામાં જામીન મંજૂર કરતી વખતે કોર્ટે હાર્દિક પટેલની અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો હતો. આ કેસ 2015ના પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલો છે.
કોર્ટની અનેક સુનાવણીમાં હાજર ન રહેવા બદલ તે સમયે હાર્દિક પટેલની ધરપકડ પણ કરવામાં આવી હતી. હાર્દિક પટેલના વકીલ જામીનની શરતને સ્થાયી ધોરણે દૂર કરવા અથવા બે વર્ષ માટે છૂટછાટ માગી હતી કે જેથી હાર્દિક પટેલને જ્યારે ગુજરાત બહાર જવાની જરૂર પડે ત્યારે દરેક વખતે કોર્ટની મંજૂરી ન લેવી પડે. કોર્ટમાંદલીલ કરવામાં આવી હતી કે હાર્દિક પટેલ એક સામાજિક કાર્યકર્તા અને રાજકીય નેતા છે, તેમને વારંવાર સામાજિક પ્રવૃતિઓ માટે ગુજરાતની બહાર જવું પડે છે.