ભારતના સ્પિનર હરભજન સિંહે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. હરભજન સિંહે 17 વર્ષની ઉંમરે 1998માં ક્રિકેટ કેરિયરની શરુઆત કરી હતી. 23 વર્ષ બાદ હવે તેણે ક્રિકેટને અલવિદા કહ્યુ છે.
હરભજને સન્યાસની જાહેરાત કરતાં કહ્યું હતું કે, દરેક સારી વસ્તુઓનો અંત આવતો હોય છે. આજે હું ક્રિકેટને અલવિદા કહ્યુ છે અને મારી 23 વર્ષની મુસાફરીને યાદગાર બનાવનારા દરેક વ્યકિતનો આભારી છું.
ભજ્જીનુ કેરિયર શાનદાર રહ્યું છે. તેણે 103 ટેસ્ટમાં 417 વિકેટ લીધી હતસ જ્યારે બે સદી સાથે 2235 રન પણ બનાવ્યા હતા. .236 વન ડે મેચોમાં તેણે 269 વિકેટ ઝડપી હતી. ટી-20માં તેના નામે 28 મેચમાં 25 વિકેટો બોલે છે.
ભજ્જી અનિલ કુંબલે અને અશ્વિન બાદ ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે.આઈપીએલમાં પણ ભજ્જીએ 150 વિકેટો ઝડપી છે. હરભજન સિંહ સાથે તાજેતરમાં કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિધ્ધુએ મુલાકાત કરી હતી અને તે સમયથી જ ચર્ચા ચાલી રહી છે કે, હરભજન બહુ જલ્દી રાજકારણમાં જોડાઈ શકે છે.જોકે આ વાતને ભજ્જીએ અફવા ગણાવી છે.