નોર્થ વેસ્ટ લંડનના હનુમાન હિંદુ મંદિર ખાતે દીપાવલી અન્નકુટ અને ગોવર્ધન પર્વની ઉજવણી આસ્થા સાથે કરવામાં આવી હતી. શ્રી જીતુભાઈ દવેએ ગોવર્ધન પૂજા કરાવી હતી. સાયન અને બ્રેન્ટફર્ડ લોકના સ્થાનિક કાઉન્સિલરો ડેન બોરિંગ અને કેથરીન ડન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દર કલાકે આરતી કરાઇ હતી અને ભક્તોને અન્નકુટનો પ્રસાદ અપાયો હતો. સંપર્ક: 07466 334 961.
- લેસ્ટર સ્થિત શ્રી રામ મંદિર હવે 7મી નવેમ્બરથી દરરોજ સવારે 8 થી બપોરે 1 અને સાંજે 5થી 8સુધી દર્શન માટે ખુલ્લુ રહેશે.
- લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન 20મી નવેમ્બર 2022 રવિવારના રોજ આરસીટી સ્પોર્ટ્સ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. LCNL ટેબલ ટેનિસ ક્લબ લોકડાઉન પછી ફરીથી વિકસી રહી છે અને ક્લબના સભ્યો રવિવારે RCT હોલમાં સવારે 9 થી 1 વાગ્યા સુધી પ્રેક્ટિસ સેશન માટે મળે છે. રમવામાં રસ ધરાવતા લોકોએ સંપર્ક કરવો. સંપર્ક: કિરીટ રુઘાણી 07539 226 946.
