પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે અને તેને લોકો મોંઘવારીથી તોબા પોકરી ગયા છે. પાકિસ્તાનના નાગરિકનો એક વીડિયો હવે ભારતમાં પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાની યુવક કહે છે કે દેશને આવી ગંભીર સ્થિતિમાંથી બહાર કાઢવા માટે હમે સિર્ફ પીએમ મોદી ચાહીએ. આ વીડિયોમાં પાકિસ્તાનની યુવક વડાપ્રધાન શાહબાઝ શરીફ નારેબાજી કરે છે અને કહે છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનનું શાસન કરતા હોત તો પાકિસ્તાનીઓ પણ વાજબી ભાવે જીવન જરૂરી માલસામાન ખરીદી શક્યા હોત.
આ વીડિયોમાંમાં ભૂતપૂર્વ પત્રકાર સના અમજાબ એક સ્થાનિકને પૂછતા સાંભળી શકાય છે કે ‘પાકિસ્તાન સે ઝિંદા ભાગો, ચાહે ઈન્ડિયા ચલે જાઓ’ના નારા શા માટે લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે તે વ્યક્તિ ઉદાસ થઈને જવાબ આપે છે કે તે પાકિસ્તાનમાં જન્મ્યો ન હોત તો સારુ હતું.
યુવક જણાવે છે કે “હું ઈચ્છું છું કે પાકિસ્તાન ભારતથી અલગ ન થયું હોત અમે ટામેટાં રૂ.20, ચિકન રૂ.150 અને પેટ્રોલ રૂ.50 પ્રતિ લીટરના ભાવે ખરીદતા હોત. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અમને ઇસ્લામિક રાષ્ટ્ર મળ્યું, પરંતુ અમે અહીં ઇસ્લામ સ્થાપિત કરી શક્યા નહીં. તેને પણ એવી ઇચ્છા વ્યક્ત કરી કે પાકિસ્તાનમાં નરેન્દ્ર મોદી સિવાય કોઇ શાસન ન કરે. મોદી અમારા કરતા ઘણા સારા છે, તેમના લોકો તેમનો આદર કરે છે અને તેમને ખૂબ અનુસરે છે. જો આપણી પાસે નરેન્દ્ર મોદી હોત તો આપણને નવાઝ શરીફ કે બેનઝીર કે ઈમરાનની જરૂર ન હોત, પરવેઝ મુશર્રફની પણ જરૂર ન હોત.
તે વધુમાં જણાવે છે કે અમારે માત્ર વડાપ્રધાન મોદી જ જોઈએ છે, કારણ કે માત્ર તેઓ જ દેશના તમામ તોફાની તત્વોનો સામનો કરી શકે. ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જ્યારે આપણે ક્યાંય નથી. હું મોદીના શાસન હેઠળ રહેવા માટે તૈયાર છું. મોદી એક મહાન માણસ છે, તે ખરાબ માણસ નથી. ભારતીયોને વાજબી દરે ટામેટાં અને ચિકન મળી રહ્યા છે. તમે તમારા બાળકોને રાત્રે ખવડાવી શકતા નથી, ત્યારે તમે જે દેશમાં જન્મ્યા છો તે દેશનો વિનાશ શરૂ કરો છો. “હું સર્વશક્તિમાનને પ્રાર્થના કરું છું કે તે અમને મોદી આપે.