સોમવારે, 29 એપ્રિલના રોજ કરાયેલી પ્રતિબંધિત આતંકવાદી જૂથ હમાસ સાથે સંબંધિત ઓનલાઈન પોસ્ટની તપાસ કર્યા બાદ તા. 14 મેના રોજ મેટ પોલીસના કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડ દ્વારા સાઉથ વેસ્ટ લંડનના 47 વર્ષીય વ્યક્તિની આતંકવાદી અધિનિયમ, 2000 ની કલમ 12 અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. તપાસ બાદ એ માણસને કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
મેટના કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડના વડા, કમાન્ડર ડોમિનિક મર્ફીએ જણાવ્યું હતું કે “ઓક્ટોબરમાં ઇઝરાયેલ પર થયેલા ભયંકર હુમલાઓ અને ત્યારપછીના સંઘર્ષ દરમિયાન, અમે ઉગ્રવાદી અને આતંકવાદી સામગ્રીની માત્રામાં નોંધપાત્ર વધારો જોયો છે. અમને મળેલા દરેક રેફરલનું મૂલ્યાંકન નિષ્ણાત અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે, અને જ્યાં અમને લાગે છે કે અહીં યુકેમાં આતંકવાદના ગુનાઓ આચરવામાં આવ્યા હશે, તો અમે હંમેશા તેની તપાસ કરી જવાબદાર વ્યક્તિને ઓળખીશું અને તેની ધરપકડ કરીશું.’’