હોસ્પિટાલિટી ફાઇનાન્શિયલ એન્ડ ટેકનોલોજી પ્રોફેશનલ્સ (HFTP)એ હોસ્પિટાલિટી ટેકનોલોજીના બે ચેમ્પિયન્સ માર્ક જી હેલી અને રમન (આર.પી) રામાનો 2021 HFTP ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી ટેકનોલોજી હોલ ઓફ ફેમમાં સમાવેશની જાહેરાત કરી છે. આ બંનેનું હોસ્પિટાલિટી ઇનોવેશન એન્ડ ટેકનોલોજીના પ્રોત્સાહન માટેના નેતૃત્વ અને અનુભવ તથા જ્ઞાનના આદાનપ્રદાન માટે આ બહુમાન કરવામાં આવ્યું છે.
હેલી પ્રીઝમ હોસ્પિટાલિટી કન્સલ્ટન્સી, એલએલસીના સહ-સ્થાપક અને પાર્ટનર છે, જયારે રામા સરોના હોટેલ્સ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રીમિયર મેનેજમેન્ટ સર્વિસના પ્રેસિડન્ટ અને CTO/CIO છે.
બંનેનું 28 સપ્ટેમ્બર 2021ના રોજ અમેરિકાના ડલ્લાસ (ટેક્સાસ)માં હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી ટેકનોલોજી એક્સપોઝિશન એન્ડ કોન્ફરન્સમાં સન્માન કરવામાં આવશે.
ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી ટેકનોલોજી હોલ ઓફ ફેમ ટેકનોલોજીના ક્ષેત્રમાં HFTPનો સર્વોચ્ચ એવોર્ડ છે.1989 પછીથી હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં યોગદાન બદલ 49 વ્યક્તિને આ એવોર્ડ મળ્યો છે.
મલાવીમાં જન્મેલા રમન રામા 10 વર્ષની ઉંમરે ભારતમાં આવ્યા હતા અને શિક્ષણ લીધું હતું. આ પછી 1981માં અમેરિકા ગયા હતા અને હોસ્પિટાલિટીમાં પોતાનો પ્રોફેશન ચાલુ કર્યો હતો. વિવિધ હોદ્દા પર કાર્ય કર્યા બાદ રામાએ ફાઇનાન્સ અને ટેકનોલોજીમાં નિપુળતા હાંસલ કરી હતી. પોતાની કારકિર્દીમાં રામા JHM હોટેલ્સના પાંચ માલિકો પૈકીના એક છે. JHM હોટેલ્સ અમેરિકા અને ભારતમાં મેરિયોટ, હિલ્ટન, હ્યાત, આઇએચજી અને ચોઇસ હોટેલ જેવી બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરતાં 36 હોટેલ્સ ઓપરેટ કરી હતી. JHM હોટેલ્સમાં તેઓ CTO/CIO તરીકે હતા. આ પાંચ માલિકોએ ગુજરાતમાં ઔરો યુનિવર્સિટી પણ ચાલુ કરી છે.
પ્રીઝમ હોસ્પિટાલિટી કન્સલ્ટિંગમાં હેલી સ્ટ્રેટેજી ડેવલપમેન્ટ, માર્કેટપ્લેસ પોઝિશનિંગ, ઇન્ટરનેટ માર્કેટિંગ, એનાલિસિસ, સિસ્ટમ સિલેક્શન, આરએફપી ડેવલપમેન્ટ, પ્રોજેક્ટ્સ મેનેજમેન્ટ વગેરે ઓફર કરે છે. 2001માં પ્રીઝમની સ્થાપના પહેલા હેલી કન્સલ્ટિંગ કંપની હાઇ ટચ ટેકનોલોજીની સ્થાપના કરી હતી.