હાઇપ્રોફાઈલ લોકો સાથે છેતરપિંડી કરનારા સુકેશ ચંદ્રશેખર સંબંધિત એક કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝના વચગાળાના જામીન 10 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યા છે. તેનાથી દિવાળી તહેવારો પહેલા અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને રાહત મળી છે, પરંતુ તેની મુશ્કેલીઓ ઓછી થતી દેખાતી નથી. અભિનેત્રી શનિવારે બપોરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પહોંચી હતી. જામીન અરજીની સુનાવણી દરમિયાન તે હાજર રહી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેની જામીન અ રજીનો સખત વિરોધ કર્યો હતો. EDએ કહ્યું હતું કે જેકલીને ક્યારેય તપાસમાં સહકાર આપ્યો નથી. EDનો આરોપ છે કે જેકલીને પુરાવા સાથે છેડછાડ કરી હતી. તેણે તેનો મોબાઈલ ડેટા ડિલીટ કરી દીધો હતો. એટલું જ નહીં તપાસ દરમિયાન તે દેશ છોડવાનો પ્રયાસ પણ કરી રહી હતી. LoC જારી થવાને કારણે તે સફળ થઈ શકી નથી.