કોરોના મહામારી વચ્ચે મુસ્લિમોના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળ મક્કામાં હજ યાત્રાની તૈયારીના ભાગરૂપ સોસિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે આ સપ્તાહથી રોબેટ્સને કામે લગાડવામાં આવ્યા છે. રોબોટસ પવિત્ર જળની બોટલનું વિતરણ કરી રહ્યાં છે.
કોરોના વાઇરસને અંકુશમાં રાખવા માટે અધિકારીઓએ રવિવારે નાના બ્લેક એન્ડ વ્હાઇટ રોબેટસ મૂક્યા હતા. દરેક રોબોટમાં ત્રણ ખાના છે અને તેમાં વોટર બોટલ મૂકવામાં આવી છે. આ રોબેટથી ઘણા લોકોને મનોરંજન પણ મળ્યું હતું.
સાઉદી અરેબિયાએ શનિવારે જાહેરાત કરી હતી કે કોરોનાની વેક્સિન લીધેલા આશરે 60,000 લોકો જુલાઇની હજયાત્રામાં સામેલ થઈ શકશે. આ સંખ્યા ગયા વર્ષ કરતાં વધુ છે, પરંતુ સામાન્ય સમય કરતાં ઘણી નીચી છે. 2019માં વિશ્વભરના આશરે 2.5 મિલિયન મુસ્લિમોએ યજયાત્રા કરી હતી.
બદર-અલ-લોકમણીએ જણાવ્યું હતું કે આ રોબોટ્સનો હેતુ માનવીય સંપર્ક વગર સેવા પૂરી પાડવાનો છે. તેઓ મક્કાની મસ્જિદમાંથી આવતા પવિત્ર ઝરણા ઝમઝમ પાસેથી પાણી લાવે છે. હાલમાં આશરે 20 રોબોટ્સ મુલાકાતીઓની સેવા માટે ઉપલબ્ધ છે. જો જરૂર પડશે તો વધુ રોબોટ્સ લાવવામાં આવશે.
સદીઓથી મુસ્લિમો ઝમઝમ ઝરણાને ચમત્કારિક માને છે અને તે પીવા માટે ભારે ઘસારો થતો હોય છે.