ઇસ્ટ લંડનના હેનોલ્ટમાં તલવારબાજી કરી 14 વર્ષીય ડેનિયલ એન્જોરીનની હત્યા કરી બે પોલીસ અધિકારીઓ સહિત પાંચ જણાને ઇજા પહોંચાડનાર ન્યુહામ E16ના ડ્યુઅલ સ્પેનિશ બ્રાઝિલિયન નાગરિક માર્કસ ઓરેલિયો અર્ડ્યુની મોન્ઝો પર ગુરુવાર, 2 મેના રોજ બાર્કિંગસાઇડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આરોપ મૂકાયો હતો.
મોન્ઝો પર હત્યાના પ્રયાસના બે ગુનાઓ, ગંભીર શારીરિક ઇજા પહોંચાડવાના બે કાઉન્ટ ઘરફોડ ચોરી અને બ્લેડ આર્ટિકલ રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
પોલીસે તપાસમાં ટેકો આપનાર દરેકનો આભાર માની લોકોને ડેશકેમ, ડોરબેલ અને મોબાઇલ ફોન ફૂટેજ શેર કરવા વિનંતી કરી હતી.