અમેરિકામાં H-1B વિઝાની વાર્ષિક ટોચમર્યાદા પૂર્ણ થઈ છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)ના જણાવ્યા પ્રમાણે વર્તમાન વર્ષે પૂરતા પ્રમાણમાં અરજીઓ મળી હતી. જેમાં રાબેતા મુજબની 65,000 અને યુએસ એડવાન્સ્ડ ડિગ્રી એક્ઝમ્પશન હેઠળ 20,000 વિઝાનો સમાવેશ થાય છે. વિઝાની વાર્ષિક ટોચમર્યાદા પૂર્ણ થવાનો અર્થ એ થયો કે, નાણાકીય વર્ષ 2023-24 માટે હવે કોઇને વધુ H-1B વિઝા મળશે નહીં. ઉલ્લેખનીય છે કે, H-1B વિઝા પ્રોગ્રામ અમેરિકાના વિવિધ બિઝનેસ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. જેમાં વિશેષ પ્રકારના વ્યવસાય માટે વિદેશી પ્રોફેશનલ્સની ભરતી કરવામાં આવે છે. જેમણે રજિસ્ટ્રેશન કર્યું છે પણ પસંદગી થઈ નથી એવા લોકોને ઓનલાઇન એકાઉન્ટ્સ દ્વારા પસંદગી નહીં થવા અંગેની જાણ કરાશે, જેમાં ‘નોટ સિલેક્ટેડ’ સ્ટેટસ દર્શાવાશે. જોકે, ટોચમર્યાદામાં સામેલ ન હોય તેવી અરજીઓ સ્વીકારવાનું અને પ્રોસેસ કરવાનું કામ યુએસસીઆઇએસ દ્વારા યથાવત રાખવામાં આવ્યું છે. જેમાં વર્તમાન H-1B પ્રોફેશનલ્સનો પણ સમાવેશ થાય છે. આવી અરજીઓમાં ઘણા હેતુઓનો સમાવેશ થાય છે.
અમેરિકામાં છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સ પકડાયા હતા. જેમાં સૌથી વધુ 96,917 કેસ 2022-23માં નોંધાયા છે.

LEAVE A REPLY