અમેરિકામાં H‑1B વિઝા પર કામ કરી રહેલા કર્મચારીને માત્ર પગાર નથી ચૂકવાતો પરંતુ તેમનો સમાવેશ દેશમાં ટોચના 10 ટકા વેતન મેળવનારાઓમાં થાય છે. જોકે, મહત્ત્વની વાત એ છે કે, તેઓ નોકરી બદલવામાં વધુ અડચણોનો સામનો કરતા હોવા છતાં H-1B પર કામ કરતા કર્મચારીઓ એક જ કંપની સાથે જોડાયેલા નથી રહેતા અને તેઓ નિયમિત રીતે નોકરીઓ બદલતા રહે છે, તેવું કેટો ઇન્સ્ટિટ્યૂટના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ, હકીકતમાં તો, H‑1B પર કામ કરી રહેલા કર્મચારીઓ તેમની શરૂઆતની H‑1B કંપનીઓને અગાઉ કરતાં વધુ છોડી રહ્યા છે. સરકારે નોકરી ગુમાવ્યા પછી નવી નોકરી શોધવા માટે 60 દિવસની છૂટી આપીને H-1B આધારિત નોકરીઓ બદલવાનું સરળ બનાવ્યું છે.
રીપોર્ટમાં કેટલાક મહત્ત્વના મુદ્દાઓમાં જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2005થી 2023 સુધીમાં, H‑1B કર્મચારીઓએ એક મિલિયનથી વધુ વખત નોકરીઓ બદલી હતી.
અમેરિકન કંપનીઓ H-1B વિઝાધારકોને દેશમાં અગાઉથી જ H-1B કર્મચારીઓને નોકરીએ રાખે તેવી શક્યતા વધુ છે.
અમેરિકામાં હવે વધુ H‑1B કર્મચારીઓ કાર્યરત છે, જેથી અન્ય કંપનીઓ તેમને પોતાને ત્યાં લઇ શકે, અને 2014 પછી દર વર્ષે H‑1Bની મર્યાદા ઝડપથી પૂર્ણ થઇ રહી છે. કેટો ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા મુજબ, H-1B કર્મચારીઓને હજુ પણ બજારમાં અન્યની સરખામણીમાં સમાન વેતન મળતું નથી.
પ્યુ રીસર્ચ સેન્ટરના ઉલ્લેખ સાથે રીપોર્ટમાં જણાવાયું છે કે “H‑1B નોકરીઓમાં મોટાપાયે થઇ રહેલા ફેરફાર એ વિચારને ફગાવે છે કે H‑1B કર્મચારીઓ એ “કરારબદ્ધ” નોકરીયાત છે.