અમેરિકામાં ‘ગન વાયોલન્સ’ નાથવા 21 વર્ષથી નીચેના ગન ખરીદવા ઈચ્છતા લોકોના ભૂતકાળની ચકાસણી વધુ સઘન બનાવાશે અને જોખમી જણાય તેવા લોકોના હાથમાં શસ્ત્ર ના જોય તે માટેના તકેદારીના પગલાં ભરવા રાજ્યોના સાધનસ્રોત વધારવા તથા ગનની ગેરકાયદે ખરીદી સામે આકરાં પગલા માટે દેશના બન્ને મુખ્ય પક્ષો – ડેમોક્રેટ્સ અને રીપબ્લિકન્સ વચ્ચે સંમતિ સધાઈ છે.
સેનેટરોના જૂથે શાળાઓને સુરક્ષિત બનાવીને બાળકો નિશ્ચિતતા પ્રદાન કરવા માનસિક રીતે બિમાર હોય તેવા ભયપ્રદ ગુનેગારો શસ્ત્રો ના ખરીદી શકે તથા દેશભરમાં ‘ગન હિંસા’નું જોખમ ઘટાડવા ઉપર ભાર મૂકીને માનસિક આરોગ્ય સેવા ક્ષેત્રે વધારાના મૂડીરોકાણ, ઘરેલું હિંસાના ગુનાઓમાં સજા માટે પણ સેનેટરો દ્વારા સૂચિત પગલાંની જાહેરાતને આવકારી આવા પગલાને ત્વરિત મંજૂરી માટે લો-મેકર્સને અનુરોધ કર્યો હતો. પ્રમુખ બાઇડેને એસોલ્ટ રાઇફલો ઉપર પ્રતિબંધ સહિતના જે ઘરખમ ફેરફારો સૂચવ્યા તેની સામે સેનેટરોના સૂચિત પગલાં હળવા છતાં આવકાર્ય ગણાવાયા હતા.
ટેક્સાસમાં 19 બાળકો, બે શિક્ષકો તથા ન્યૂ યોર્કમાં 10 અશ્વેતોને ઠાર મારવાની ઘટનાઓએ રાજકારણીઓ ઉપર નક્કર પગલા ભરવાનું દબાણ વધ્યું હતું. ડેમોક્રેટ નિયંત્રિત હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવે સેમી ઓટોમેટીક રાઇફલ ખરીદી માટેની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ કરવા સહિતનાં પગલાંને બહાલી આપી છે પરંતુ સેનેટમાં ડેમોક્રેટ્સ પાસે પર્યાપ્ત 60 મત નહીં હોવાથી દ્વિપક્ષી સમજૂતિ અંતર્ગત પગલાં સૂચવાયાનું જણાવાયું હતું.