મુંબઈ અને નવી મુંબઈમાં રમાઈ રહેલી પ્રથમ વીમેન્સ પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લગભગ ત્રણ અઠવાડિયા પુરા થવા આવ્યા છે અને તમામ ટીમોએ 7-7 મેચ તથા ગુજરાતે 8 મેચ રમી લીધી છે ત્યારે ગુજરાત ફક્ત બે વિજય સાથે પોઈન્ટ્સ ટેબલમાં તળિયે છે, તો દિલ્હી અને મુંબઈની ટીમ્સે 7-7 મેચમાંથી 5-5માં વિજય સાથે પ્રથમ અને બીજું સ્થાન હાંસલ કર્યું છે.
રવિવારે (19 માર્ચ) રમાયેલી બીજી મેચમાં પણ ગુજરાત જાયન્ટ્સનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે આઠ વિકેટે પરાજય થયો હતો.
ન્યુઝીલેન્ડની સોફી ડેવિને ૮ છગ્ગા અને ૯ ચોગ્ગા સાથે ૩૬ બોલમાં ૯૯ રન કરી બેંગલોરની ટીમને વિજેતા બનાવી હતી. બેંગલોરનો આ સતત બીજો વિજય હતો.
ગુજરાતની ટીમે 4 વિકેટે 188 રનનો સ્પર્ધાત્મક કહી શકાય તેવો સ્કોર કર્યો હતો, જેમાં લૌરા વોલ્વાર્ટના 42 બોલમાં 68 રન મુખ્ય હતા, તો એશ્લી ગાર્ડનરે 26 બોલમાં 41 રન કર્યા હતા.
જો કે, જવાબમાં બેંગલોરની ટીમે 16મી ઓવરમાં જ, ફક્ત બે વિકેટ ગુમાવી 189 રન કર્યા હતા. ડેવિનના 99 ઉપરાંત સુકાની સ્મૃતિ મંધાનાએ 37 અને હીધર નાઈટે અણનમ 22 કર્યા હતા.
અગાઉના સપ્તાહની અન્ય મેચના પરિણામોઃ
તારીખ ટીમ્સ પરિણામ
13 માર્ચ બેંગલોર – 4 વિકેટે 150
દિલ્હી – 4 વિકેટે 154 દિલ્હીનો 6 વિકેટે વિજય
14 માર્ચ મુંબઈ – 8 વિકેટે 162
ગુજરાત – 9 વિકેટે 107 મુંબઈનો 55 રને વિજય
15 માર્ચ યુપી – 135 ઓલ આઉટ
બેંગલોર – 5 વિકેટે 136 બેંગલોરનો 5 વિકેટે વિજય
16 માર્ચ ગુજરાત – 4 વિકેટે 147
દિલ્હી – 136 ઓલ આઉટ ગુજરાતનો 11 રને વિજય
18 માર્ચ મુંબઈ – 127 ઓલઆઉટ
યુપી – 5 વિકેટે 129 યુપીનો 5 વિકેટે વિજય