કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગર ખાતે 1લી ભારત-ઓસ્ટ્રેલિયા શિક્ષણ અને કૌશલ્ય પરિષદની બેઠક પૂર્વે ઓસ્ટ્રેલિયાના શિક્ષણ પ્રધાન જેસન ક્લેર સાથે મુલાકાત કરી હતી.. (ANI Photo)

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ જેસન ક્લેરે ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટીઓના બે કેમ્પસ ખોલવાની જાહેરાત કરી હતી.

મંગળવારે ગિફ્ટ સિટી ખાતે વોલોન્ગોંગ અને ડેકિન યુનિવર્સિટીના સંભવિત કેમ્પસની મુલાકાત દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. ડેકિન યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગના વાઇસ ચાન્સેલરોએ બંને દેશોની ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો અને કોવિડ-19 રોગચાળા જેવા પડકારજનક સમયમાં પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર વૃદ્ધિને પ્રકાશિત કરી હતી. તેઓએ ભારતીય કેમ્પસમાં અભ્યાસક્રમોના સુનિશ્ચિત લોન્ચ સહિત ભાવિ યોજનાઓની પણ ચર્ચા કરી હતી.

પ્રધાને આ પ્રસંગે બોલતા જણાવ્યું હતું કે ભારતમાં વિદેશી યુનિવર્સિટી કેમ્પસની સ્થાપના માત્ર “ભારતમાં અભ્યાસ”ને પ્રોત્સાહન આપશે નહીં, પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020ના વિઝન સાથે સુસંગત, ગતિશીલ, વૈવિધ્યસભર અને સમાવિષ્ટ શૈક્ષણિક વાતાવરણને પણ પ્રોત્સાહન આપશે.

ભારતમાં કેમ્પસ સ્થાપવા માટે મંજૂર કરાયેલી આ પ્રથમ બે આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ છે. વિગતો મુજબ, ડીકિન યુનિવર્સિટી આવતા અઠવાડિયે વિદ્યાર્થીઓ માટે અરજીઓ મંગાવશે. બંને યુનિવર્સિટીઓ 2024ના મધ્યથી શિક્ષણકાર્ય ચાલુ કરે તેવી શક્યતા છે.

LEAVE A REPLY