ગુજરાતી સિનેમાને આપણા દેશના અન્ય પ્રદેશો અને લોકો સુધી પહોંચવા માટે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) જેવા વધુ પ્લેટફોર્મની જરૂર છે. અવરોધો તોડવા અને વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચવું એ ગુજરાતી સિનેમા માટે સમયની માંગ છે, એમ પીઢ ગુજરાતી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાએ ગોવામાં 54મા IFFI દરમિયાન જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘ગુજરાતી ફિલ્મોની સુંદરતા અને તેની મનમોહક વાર્તા કહેવાનો સાર વિશે જાગૃતિ લાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.’
અભિનેતા રૌનક કામદારે કહ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં હેલ્લારો જેવી સંખ્યાબંધ વિવેચકો દ્વારા વખાણાયેલી ગુજરાતી ફિલ્મોને IFFIના માધ્યમથી પ્રેક્ષકો સુધી પહોંચવાની તક મળી છે.
ફિલ્મ દિગ્દર્શક નિસર્ગ વૈદ્યે જણાવ્યું હતું કે, ફિલ્મની ઘટનાઓ ગુજરાતી સમુદાયની લાગણીઓ સાથે જોડાયેલી છે અને તેમની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. આ વિચાર પ્રેક્ષકો સાથે જોડાવા અને વાર્તા સાથે શક્ય તેટલું વાસ્તવિક બનાવવાનો છે. દરેક પ્રદેશની પોતાની સંસ્કૃતિ હોય છે તેથી જ તે અનન્ય છે.

LEAVE A REPLY