કોરોના મહામારી બાદ બંધ કરવામાં આવેલી સ્કૂલો 23મી નવેમ્બરથી તબક્કાવાર ધોરણે ફરી ખોલવાનો ગુજરાત સરકારે બુધવારે નિર્ણય કર્યો હતો. સરકાર 23 નવેમ્બરથી કોલેજ, યુનિવર્સિટી પણ ફરી ખોલવાની યોજના બનાવી છે. જોકે તે માટે ભારત સરકારની ગાઇડલાઇનના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરાશે.
ગુજરાત શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં દિવાળી વેકેશન પૂરું થયા બાદ આગામી 23મી નવેમ્બરથી શાળાઓ શરૂ થશે.. હાલના તબક્કે 9થી 12 ના વર્ગો ચાલુ કરવામાં આવશે. જે પછી ધીમે ધીમે અન્ય વર્ગો પણ ચાલુ કરી દેવામાં આવશે. આ સાથે ઓનલાઈન શિક્ષણ ચાલુ જ રહેશે.
શાળાઓમાં ઓનલાઈન શિક્ષણની સાથે હવે બાળકોને સ્કૂલોએ જવું પડશે. જે માટે માતાપિતાની સંમતિપત્રક હોવું જરૂરી છે. રાજ્ય સરકારે કોલેજ અને યુનિવર્સીટીમાં તબક્કાવાર કાર્ય શરૂ થશે.હાથ ધોવા માટેની તમામ વ્યવસ્થાઓ ગોઠવવાની રહેશે. વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. પ્રાર્થના વગેરે સહિતમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ફરજિયાત રહેશે.
રાજ્ય સરકારે સ્કૂલો માટે અને વિદ્ય્રાથીઓ માટે કેન્દ્ર સરકારની એસઓપીનું ફરજિયાત પાલન કરાવવાનું રહેશે. હાલમાં મધ્યાહન ભોજન કે રિસેસમાં બાળકો ભેગા ન થાય તે માટેની જવાબદારી સ્કૂલમાં આચાર્યની રહેશે. સ્કૂલોમાં વર્ગો ઓડ ઈવન પ્રમાણે ચાલુ કરવાના રહેશે. અઠવાડિયામાં 3 દિવસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય માટે સ્કૂલોએ જવું પડશે.