ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે શુક્રવારે આગાહી કરી હતી. . રાજ્યમાં આગામી 11-12-13 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
હવામાન વિભાગે ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી. કરી છે. આ ઉપરાંત સુરત, નર્મદા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. 12 સપ્ટેમ્બરે ખેડા, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવમાં ભારે પવન સાથે સામાન્યથી મધ્ય વરસાદ આવી શકે છે. વલસાડ નવસારી, દમણ દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલી ભારે વરસાદ આવવાની શક્યતા છે. 13 સપ્ટેમ્બરના ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.