ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ’ નામથી એક નવો જ કાયદો અમલમાં મુકવાનો ઈરાદો જાહેર કર્યો હતો જેને હવે કેબિનેટમાંથી મંજૂરી મળી ગઇ છે. બુધવારે મંત્રી પરિષદની બેઠકમાં મુખ્યમંત્રીએ સ્વંય આ કાયદાના મુસદ્દાને વટહુકમ સ્વરૂપે રજૂ કર્યું હતું. પ્રસ્તુત કાયદાના અમલથી રાજ્યમાં ધમકી આપવા જેવા મામૂલી કિસ્સામાં પણ પોલીસને આરોપીને ઉપરોક્ત કાયદા હેઠળ હેઠળ જેલમાં પુરવાનો અધિકાર પ્રાપ્ત થશે.
છેલ્લા ત્રણ વર્ષમાં સામાજિક, ધાર્મિક વ્યવસ્થાના સુચારૂ સંચાલન માટે સાત જેટલા મહત્વના કાયદાઓ અમલમાં આવી ચૂક્યા છે ત્યારે ઉત્તરપ્રદેશ જેવા રાજ્યની તર્જ ઉપર ગુંડા એક્ટ લાવવા પાછળના કારણોમાં તેમણે ”ગુજરાતમાં દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, નવ વેપાર, બાળકોની જાતિય સતામણી, બનાવટી દવાઓનું વેચાણ, વ્યાજખોરી, જમીન છિનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદે હથિયાર જેવી અસામાજિક પ્રવૃતિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય જોગવાઈ ઉભી કરવાના હેતુથી નવો અલગ કાયદો (સ્પેશિયલ એક્ટ) રૂપાણી સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે. આ કાયદા અનુસાર, ગુજરાતમાં ગુંડાગીરી કરનારાની મિલકત જપ્ત થશે. ગુંડાગીરી કરનારાને 10 વર્ષની સજા, 50 હજાર દંડની જોગવાઇ. આ ઉપરાંત, ગુંડાઓ સામેના કેસ ચલાવવા સ્પેશિયલ કોર્ટ રચાશે. જોકે, ગુનો નોંધતા પહેલા રેન્જ IG, કમિશનરની મંજૂરી જરૂરી રહેશે તથા સાક્ષીઓને પુરતું રક્ષણ આપવામાં આવશે
પ્રસ્તૃત કાયદા હેઠળ શાંતિમાં બાધક, સામુદાયિક સંવાદિતાને ખલેલ પહોંચડાવા હિંસાનો આશ્રય લેવો, પ્રજામાં ગભરાટ ફેલાવવો કે આંતક ફેલાવવો, ખંડણીના ઈરાદાથી વ્યક્તિનું અપહરણ કરવુ, નાણાં ધિરધાર અધિનિયમ હેઠળ વ્યાજ કે મુદ્દલ વસૂલાતમાં કોઈ પણ વ્યક્તિની મિલકત લઈ લેવા શારિરીક હિંસા કરવી કે ધમકી આપવી, ગેરકાયદેસર પશુધન, દારૂગોળાન હેરફેરમાં સંડોવણી જેવા ગુનાઓને પણ આવરી લેવાયા છે.