ગુજરાતમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે શુક્વારે મોડી રાત સુધી વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ હતી. ગુજરાતમાં રાજ્ય વ્યાપી રસીકરણનો પ્રારંભ મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતેથી અને આરોગ્ય પ્રધાન રૂષિકેશભાઈ પટેલે સિક્કા-જામનગર ખાતેથી કરાવ્યો હતો. રાજયવ્યાપી વેક્સિનેશન મેગા ડ્રાઈવમાં શનિવારે 10.00 વાગ્યા સુધીમાં 22.15 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરાયા છે.
વેક્સિનેશન મેગા ડ્રાઈવના અસરકારક અમલીકરણ માટે આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ દ્વારા સતત કામગીરી કરી આ મેગા ડ્રાઈવને સફળ કરવામાં આવી છે.