ભારતમાં આ વર્ષે માર્ચ મહિનાથી જ રાજસ્થાન-ગુજરાત જેવા પશ્ચિમિ રાજ્યોમાં ગરમીનો પારો ઉંચો જોવા મળી રહ્યો છે. બુધવારે અમદાવાદ શહેરમાં સીઝનનું અત્યાર સુધીનું સૌથી વધુ ૪૫.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શહેરના ગીચ વિસ્તારોમાં વૃક્ષોના અભાવ, વધુ પ્રદૂષણ અને વધુ ભેજના કારણે 47 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનનો અનુભવ થયો હતો. ગત સપ્તાહે તાપમાન થોડું ઘટ્યા પછી રવિવારથી ફરી ગરમીમાં વધારો જોવા મળ્યો હતો. બુધવારે રાજ્યના અન્ય શહેરો જેવા કે, ગાંધીનગર- 45.8, ડીસા- 45.0, પાટણ-45.0, અમરેલી- 44.8, જુનાગઢ- 44.8, ભાવનગર- 44.5, રાજકોટ- 44.2, ભૂજ- 43.8, વડોદરા- 43.0, સુરત-36.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સ્થિતિમાં લોકોએ ઘર કે ઓફિસની બહાર જવાનું ટાળ્યું હતું.