રાજ્ય સરકારના પ્રધાનમંડળની બેઠકમાં આજે તમામ જિલ્લા કલેકટરોને તાકીદ કરવામાં આવી છે કે કોરોનાવાયરસ ની સંક્રમિત પરિસ્થિતિ ના અનુસંધાનમાં મે મહિના સુધીનું માઈક્રો ડીટેલ પ્લાનિંગ બનાવવામાં આવે અને તમામ કલેકટરો એકશન પ્લાનને વધુ મજબૂત બનાવીને સર્વેલન્સ ચકાસણી અને ટેસ્ટ માટેના આગોતરા આયોજનો અને પોઝિટિવ આવતા દર્દીઓની સારવાર માટે કેવી રીતે પહોંચાડવામાં આવશે ત્યાં સુધીનો એક્શન પ્લાન તૈયાર કરવાની સૂચના ટેબલેટ બેઠકમાં આપવામાં આવી હોવાનો સ્વીકાર અશ્વિનીકુમારે કર્યો હતો.
પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં થયેલા નિર્ણયોની માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે આજે વિજયભાઈ રૂપાણીએ ખાસ કરીને કોરોના ની વર્તમાન સ્થિતિ ઉપર તમામ પ્રધાનમંડળ અને વિભાગના અધિકારીઓ સહિત તમામ જિલ્લા કલેકટરો સાથે ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને નાની સંક્રમિત પરિસ્થિતિ ઉપરાંત અન્ન નાગરિક પુરવઠા ની વિગતો તેમજ ઉદ્યોગોને અપાયેલી મંજૂરી અને આરોગ્યની તૈયારીઓ સંબંધિત વિષયો પર ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હતા આ અંગે વધુ માહિતી માટે તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં નિયમ અનુસાર ઔદ્યોગિક એકમો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
તો બીજી તરફ વિજયભાઈ રૂપાણીએ એવો નિર્ણય કર્યો છે કે કોરોનાવાયરસ કેસો રાજ્યના જે જિલ્લામાં 10 થી વધુ હશે તેની દેખરેખ રાખવા માટે અને વહીવટી તંત્રના માર્ગદર્શન માટે સાત અગ્ર સચિવ કક્ષાના ઉચ્ચ અધિકારીઓને અલગ-અલગ જિલ્લાની મોનિટરિંગ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીના અગ્રસચિવ એ વધુ વિગતો માં જણાવ્યું હતું કે આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખાસ કરીને આ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા જેમાં તમામ કલેકટરોને જૂન મહિના સુધીનો માઈક્રો પ્લાનિંગ બનાવી દેવાના આદેશ કરવામાં આવ્યા છે અને આ પ્લાનિંગ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને તે મુજબ સંક્રમિત કેસોને ડામવા માટેનો પ્રયાસ કરવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે કોવિડ 19 ની સારવાર માટે મોટી ખાનગી હોસ્પિટલો તેમજ કેટલીક હોટલો સાથે સરકારે મંજૂરી આપી છે તેવા પ્રશ્નનો ઉત્તર આપતાં સુધી કુમારે જણાવ્યું હતું કે આવી જગ્યાએ સારવાર લેનાર દર્દીને રાજ્ય સરકાર કોઈ પણ જાતની મદદ કરશે નહીં એટલે નાગરિકોએ રાજ્ય સરકારે નિશ્ચિત કરેલી સરકારી તેમજ ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે સરકારી હોસ્પિટલમાં કોરોના ના દર્દી માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે .
સાથે સાથે ડોક્ટર પણ જરૂરિયાત મુજબ ઉપલબ્ધ છે ,1200 બેડ ની હોસ્પિટલ માં પણ સારી વ્યવસ્થા કરી છે. જોકે સરકાર દ્વારા માંગણી મુજબ માત્ર 3 ખાનગી હોસ્પિટલ ને મંજૂરી આપી છે.જેને સરકાર તરફથી કોઈ મદદ કરવામાં નહીં આવે આ 3 ખાનગી હોસ્પિટલમાં માં કાર્ડ કે કોઈ બીજા કાર્ડ પણ ચાલશે નહિ. કોઈ ને પ્રાઇવેટ માં પોતાની મરજી થી સારવાર માટે જવું હોય તો જઇ શકે છે.