કોરોના મહામારીને કારણે સ્કૂલો બંધ છે ત્યારે ગુજરાત સરકારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીના વાર્ષીક અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવાની સોમવારે જાહેરાત કરી હતી. આ સાથે જ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘટાડેલો અભ્યાસક્રમના પ્રશ્નો પરીક્ષામાં પુછવામાં આવશે નહિ. અભ્યાસક્રમમાં કરેલા ઘટાડાની વિસ્તૃત માહિતી તમામ શાળાઓને અપાશે.
રાજ્ય શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે, ધો.10 અને 12ની પરીક્ષા 21 મે 2021એ લેવાશે. જૂનમાં ધો.9 અને 11ની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા વાર્ષીક અભ્યાસક્રમમાં 30 ટકાના કરેલા ઘટાડા સાથે લેવામાં આવશે.